Not Set/ રાજકોટ/ વધતા કેસ વચ્ચે અગવડતા ભોગવતા કોરોના દર્દીઓ.. ​​​​​​​

છેલ્લા કેટલાય સમયથી રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ કક્ષાની, સરકારી ધારા ધોરણ મુજબ સારવાર ન મળતી હોવાની ફરિયાદો અવાર નવાર મળતી હતી. કંઇક આવીજ ફરિયાદો રાજકોટ ની સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવતા દર્દીઓ ને યોગ્ય પ્રકાર નું જમવા નું ન મળતું હોવાની માહિતી મળતી હતી. ત્યારે આખરે આ તમામ ફરિયાદ ના નિવારણ માટે એક […]

Gujarat Rajkot
502dd61f42db8abf84ade198a5ab102f રાજકોટ/ વધતા કેસ વચ્ચે અગવડતા ભોગવતા કોરોના દર્દીઓ.. ​​​​​​​

છેલ્લા કેટલાય સમયથી રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ કક્ષાની, સરકારી ધારા ધોરણ મુજબ સારવાર ન મળતી હોવાની ફરિયાદો અવાર નવાર મળતી હતી. કંઇક આવીજ ફરિયાદો રાજકોટ ની સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવતા દર્દીઓ ને યોગ્ય પ્રકાર નું જમવા નું ન મળતું હોવાની માહિતી મળતી હતી. ત્યારે આખરે આ તમામ ફરિયાદ ના નિવારણ માટે એક કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં covid હોસ્પિટલ પાસે જ એક કંટ્રોલરૃમ ઉભો કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમમાં ફોન કરીને ખુદ દર્દી પણ પોતાને ન આપવામાં આવતી સારવાર તેમજ ફેસેલીટી અંગે ફરિયાદ નોંધાવી શકે છે. જે માટે અહીં ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તો સાથોસાથ કંટ્રોલ રૂમની સાથે જ એક કલેક્શન સેન્ટર પણ ચલાવવામાં આવી રહ્યું છે આ કલેક્શન સેન્ટરમાં covid ના દર્દીઓને તેમના પરિવારજનો દ્વારા આપવામાં આવતા કપડા ભોજન સહિતનો સામાન દર્દીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. 

બીજી તરફ રાજકોટની સિવિલ કોવીડ હોસ્પિટલમાં કેટલાક એવા પણ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. જેમની પાસે પોતાનો સ્માર્ટફોન નથી હોતો જેના કારણે તેઓ પોતાના પરિવારજનો સાથે વાત નથી કરી શકતા હોતા. ત્યારે કલેકટર તંત્ર તેમજ સિવિલ હોસ્પિટલ દ્વારા દરેક દર્દી પોતાના પરિવારજનો સાથે વીડિયો કોલિંગ મારફતે વાતચીત કરી શકે તે માટે કન્ટ્રોલ રૂમમાં જ વીડિયો કોલિંગની ફેસેલિટી ઉભી કરવામાં આવી છે. રાજકોટ શહેરની covid સિવિલ હોસ્પિટલમાં કુલ 5 માળ છે દરેક માળમાં જે પણ દર્દીઓ પાસે પોતાનો ફોન ન હોય તેઓ પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે તે માટે દરેક માળ માં વીડિયો કોલિંગ ફેસીલીટી પણ ઉભી કરવામાં આવી છે. બીજી તરફ દર્દીઓના સગા પણ પોતાના દર્દી સાથે વાતચીત કરી હાશકારો અનુભવે છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ ઊભો કરવામાં આવેલું છે કંટ્રોલરૂમ છે તે કંટ્રોલરૂમમાં ન માત્ર દર્દી જ પોતાને પડતી અગવડ બાબતે ફરિયાદ કરી શકે છે પરંતુ દર્દીના સગા વ્હાલાઓ પણ ફરિયાદ કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે અવારનવાર રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાની સારવાર આપવામાં ન આવતી હોવાની રાવ મળતી હતી તો બીજી તરફ રાજકોટની સમરસ હોસ્પિટલ ના વિડીયો તો વારંવાર વાયરલ થતા હતા કે ત્યાં રહેતા દર્દીઓને ત્યાં કવોરંટાઇન કરવામાં આવતા દર્દીઓને સારું ભોજન નથી મળતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.