Not Set/ રાજ્યના આરોગ્ય વિભાગનો મહત્વનો આદેશ, આરોપીનો RTPCR ટેસ્ટ કરવો ફરજીયાત નહીં

  કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોના કેસમાં સતત વ્સ્ધરો જોવા મળી રહયો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ અંગે એક  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોઈ પણ આરોપી અથવા કેદીનો એન્ટીજન ટેસ્ટ કરાવી શકાશે. કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ આરોગ્ય વિભાગે મહત્વનો આદેશ કર્યો છે. નોધનીય છે […]

Uncategorized
474d1ca50fcc8fc4c9ebfa2d59b7e67e રાજ્યના આરોગ્ય વિભાગનો મહત્વનો આદેશ, આરોપીનો RTPCR ટેસ્ટ કરવો ફરજીયાત નહીં
 

કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોના કેસમાં સતત વ્સ્ધરો જોવા મળી રહયો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ અંગે એક  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોઈ પણ આરોપી અથવા કેદીનો એન્ટીજન ટેસ્ટ કરાવી શકાશે. કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ આરોગ્ય વિભાગે મહત્વનો આદેશ કર્યો છે.

નોધનીય છે કે, અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં તેનો RTPCR ટેસ્ટ  કરવામાં આવતો હતો. અને RTPCR ટેસ્ટ કરાવવાથી બે દિવસે તેનો રિપોર્ટ આવતો હતો. જેને કારણે આરોપીની પૂછપરછમાં અને અટકાયતમાં હાલાકી પડતી હતી. કેદીઓને કોર્ટમાં રજૂ કરવામાં પણ વિલંબ થતો હતો. કાયદાકીય રીતે આરોપીની અટકાયત બાદ 24 કલાકમાં ન્યાયાલયમાં રજૂ કરવો પડે છે, પરંતુ RTPCR ટેસ્ટમાં આ બાબત શક્ય નોહતી બનતી.

પરંતુ હવે એન્ટીજન ટેસ્ટ માટે મંજૂરી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે ખાસ જરૂર જણાય તો જ સારવાર માટે ખસેડવાનો આદેશ છે, અથવા એસ્ટિમટોમૅટિકને જેલ માંજ એક અલાયદી વ્યવસ્થા કરી ક્વોરેન્ટાઇન કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.