Not Set/ રામ રહીમના રહસ્યલોકમાં સર્ચ ઓપરેશન શરુ, ૫૦૦૦ જવાનો તૈનાત

સાધ્વી રેપ કેસમાં આરોપી ગુરમીત રામ રહીમના સિરસા સ્તિથ ડેરાના કેટલાક રહસ્યમય બનેલા રાજ આજે દુનિયાની સામે આવશે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ ૯૦૦ એકરમાં ફેલાયેલા હાઇટેક સિરસા ડેરાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ સર્ચ ઓપરેશન હાઈકોર્ટ દ્વારા નિયુક્ત રીટાયર્ડ જજ એ.કે.પંવારની નિગરાનીમાં કરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં ૫૦૦૦ જવાનોને તૈનાત કરવામાં આવ્યા […]

India
images 9 રામ રહીમના રહસ્યલોકમાં સર્ચ ઓપરેશન શરુ, ૫૦૦૦ જવાનો તૈનાત

સાધ્વી રેપ કેસમાં આરોપી ગુરમીત રામ રહીમના સિરસા સ્તિથ ડેરાના કેટલાક રહસ્યમય બનેલા રાજ આજે દુનિયાની સામે આવશે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ ૯૦૦ એકરમાં ફેલાયેલા હાઇટેક સિરસા ડેરાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ સર્ચ ઓપરેશન હાઈકોર્ટ દ્વારા નિયુક્ત રીટાયર્ડ જજ એ.કે.પંવારની નિગરાનીમાં કરવામાં આવી રહ્યું છે.

આ ઓપરેશનમાં ૫૦૦૦ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે જેમાં અર્ધસૈનિક બળના જવાનો,પોલીસ અને સેના સામેલ છે. સુરક્ષાના કારણોસર સિરસામાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે તેમજ આ સંપૂર્ણ પ્રક્રિયાની વિડિઓગ્રાફી પણ કરવામાં આવશે.