Not Set/ રાહુલને વિકાસવાળા નિવદેન પર ,પરેશ રાવલે લીધા આડે હાથ

રાહુલ ગાંધી ગુજરાત ના ૩ દિવસના પ્રવાસે આવ્યા હતા ત્યારે જામનગરમાં એક રેલીને સંબોધીને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલું વિકાસ ગાંડો થયો છે, તે ઉપર મજાક ઉડાઈ  હતી. રાહુલે કોંગ્રેસના સોશિયલ કેમ્પેઈન ‘વિકાસ ગાંડો થયો છે’નો ઉલ્લેખ પણ કર્યો હતો. અને લોકોને પૂછ્યું હતું કે વિકાસને શું થયું, જવાબમાં લોકોએ કહ્યું કે ગાંડો થઈ ગયો […]

India
1496768710 paresh rawal રાહુલને વિકાસવાળા નિવદેન પર ,પરેશ રાવલે લીધા આડે હાથ

રાહુલ ગાંધી ગુજરાત ના ૩ દિવસના પ્રવાસે આવ્યા હતા ત્યારે જામનગરમાં એક રેલીને સંબોધીને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલું વિકાસ ગાંડો થયો છે, તે ઉપર મજાક ઉડાઈ  હતી.

રાહુલે કોંગ્રેસના સોશિયલ કેમ્પેઈન ‘વિકાસ ગાંડો થયો છે’નો ઉલ્લેખ પણ કર્યો હતો. અને લોકોને પૂછ્યું હતું કે વિકાસને શું થયું, જવાબમાં લોકોએ કહ્યું કે ગાંડો થઈ ગયો છે. જે વિકાસ ગાંડો થયો છે, તેને ફરીથી પાટા પર લાવવાનો છે.

rahul rajkot 4 696x461 1 રાહુલને વિકાસવાળા નિવદેન પર ,પરેશ રાવલે લીધા આડે હાથ

વિકાસ ગાંડો છે વિશેનો જવાબ આપતા પરેશ રાવલે કહ્યું કે, પાગલોના હાથમાં વિકાસ ન જવો જોઈએ. પરેશ રાવલ આટલું કહીને રોકાયા ન હતા. તેમણે ઉત્તર પ્રદેશના ઈલેક્શનનો સમય યાદ કરાવીને વધુ એક હુમલો બોલાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ઈલેક્શનના સમયે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગુજરાતી ગધેડાને લઈને ભાજપ અને વડાપ્રધાન પર હુમલો બોલાવ્યો હતો.