News/ આસામમાં મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો ઝડપાયો

બુધવારે આસામના ચિરંગ જિલ્લાના જંગલમાંથી મોટી સંખ્યામાં હથિયારો અને કારતૂસ મળી આવ્યા હતા. રૂનીખાતા પોલીસ સ્ટેશનના ચિરંગ રિઝર્વ ફોરેસ્ટમાં દરોડા દરમિયાન એકે સીરીઝ રાઇફલ, એકે સિરીઝ રાઇફલનું મેગેઝિન, ત્રણ 7.65 મીમી પિસ્તોલ, 7.65 મીમી પિસ્તોલનાં ત્રણ મેગેઝિન, એકે સિરીઝના 90 રાઉન્ડ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવ એમએમ પિસ્તોલના પાંચ […]

India
crime આસામમાં મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો ઝડપાયો

બુધવારે આસામના ચિરંગ જિલ્લાના જંગલમાંથી મોટી સંખ્યામાં હથિયારો અને કારતૂસ મળી આવ્યા હતા. રૂનીખાતા પોલીસ સ્ટેશનના ચિરંગ રિઝર્વ ફોરેસ્ટમાં દરોડા દરમિયાન એકે સીરીઝ રાઇફલ, એકે સિરીઝ રાઇફલનું મેગેઝિન, ત્રણ 7.65 મીમી પિસ્તોલ, 7.65 મીમી પિસ્તોલનાં ત્રણ મેગેઝિન, એકે સિરીઝના 90 રાઉન્ડ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે નવ એમએમ પિસ્તોલના પાંચ કારતૂસ અને 7.65 મીમી પિસ્તોલની ત્રણ ગોળીઓ પણ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આસામ વિધાનસભાની 126 બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 27 માર્ચે છે.