Not Set/ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે પહેલીવાર હિમાચલ પ્રદેશ પહોંચ્યા

કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સોમવારે હિમાચલ પ્રદેશમાં પહેલી વાર ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે- ગીતામાં લખ્યું છે કે, કર્મ કરો, ફળની ચિંતા ન રાખો. પરંતુ મોદીજીએ તેનો ઉંધો અર્થ કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે, ફળ ખાઈ […]

India
DLhRsJ3VYAAKBRT રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે પહેલીવાર હિમાચલ પ્રદેશ પહોંચ્યા

કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સોમવારે હિમાચલ પ્રદેશમાં પહેલી વાર ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે- ગીતામાં લખ્યું છે કે, કર્મ કરો, ફળની ચિંતા ન રાખો. પરંતુ મોદીજીએ તેનો ઉંધો અર્થ કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે, ફળ ખાઈ જાઓ અને કામની ચિંતા ન કરો. રાહુલ ગાંધી આજે ચંબા, નગરોટા અને નાહનમાં ત્રણ રેલી કરવાના છે. તે સિવાય પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, રાજ બબ્બર અને સલમાન ખુરશીદ પણ પ્રચારમાં જોડાયેલા છે. કોંગ્રેસના વીરભદ્ર સિંહને સીએમ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી 9 નવેમ્બરે છે. પરિણામ 18 ડિસેમ્બરે આવશે