Not Set/ રેશ્મા પટેલ અને વરૂણ પટેલના હાર્દિક પટેલ પર આકરા પ્રહાર

પાસ નેતા હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ તરફથી આવકારવામાં આવ્યો હતો અને શહેરની ખ્યાતનામ તાજ હોટલના રૂમ નંબર 224માં હાર્દિક પટેલ જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જેને લઈને સોમવારે રાત્રે તાજેતરમાં જોડાયેલા ભાજપી નેતાઓ રેશ્મા પટેલ અને વરુણ પટેલ દ્વારા અમદાવાદના એસ.જી હાઇવે પરની શબરી હોટલમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. અને હાર્દિક […]

Gujarat
vbk Varun and Reshmajpg રેશ્મા પટેલ અને વરૂણ પટેલના હાર્દિક પટેલ પર આકરા પ્રહાર

પાસ નેતા હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ તરફથી આવકારવામાં આવ્યો હતો અને શહેરની ખ્યાતનામ તાજ હોટલના રૂમ નંબર 224માં હાર્દિક પટેલ જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જેને લઈને સોમવારે રાત્રે તાજેતરમાં જોડાયેલા ભાજપી નેતાઓ રેશ્મા પટેલ અને વરુણ પટેલ દ્વારા અમદાવાદના એસ.જી હાઇવે પરની શબરી હોટલમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. અને હાર્દિક પટેલ પર આકરા પ્રહાર રેશ્મા પટેલ અને વરુણ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને પગલે ઉશ્કેરાયેલા પાસના કન્વિનરોએ પત્રકાર પરિષદ રોકી દીધી હતી. અને આખરે ભાજપી નેતા રેશમા પટેલ અને વરુણ પટેલને પાછલાં બારણે નાસી છૂટવું પડ્યું હતું.