Not Set/ લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતિ/ પૂર્વ PM એ ગરીબોની સેવામાં સમર્પિત કર્યુ જીવન, જાણો તેમના વિચારો વિશે

પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ 2 ઓક્ટોબરનાં રોજ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869 નાં રોજ થયો હતો, જ્યારે પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904 માં થયો હતો. તેથી, દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને […]

Uncategorized
08002272f0fc5bbf153a81d76d31ef99 1 લાલ બહાદુર શાસ્ત્રી જન્મજયંતિ/ પૂર્વ PM એ ગરીબોની સેવામાં સમર્પિત કર્યુ જીવન, જાણો તેમના વિચારો વિશે

પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ 2 ઓક્ટોબરનાં રોજ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869 નાં રોજ થયો હતો, જ્યારે પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904 માં થયો હતો. તેથી, દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને તેથી જ ભારતના ઇતિહાસમાં 2 ઓક્ટોબરનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ, 2 ઓક્ટોબર પણ રાષ્ટ્રીય તહેવારનો દરજ્જો ધરાવે છે.

જણાવી દઇએ કે, લાલ બહાદુર શાસ્ત્રી ભારતનાં બીજા વડા પ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીવાદી નેતા હતા, તેમણે પોતાનું આખું જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું. શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904 માં મુગલસરાયમાં થયો હતો. 1920 માં, લાલ બહાદુર શાસ્ત્રી ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં અસહયોગ આંદોલનમાં ભાગ લેવાને લઇને તેમને થોડા સમય જેલમાં પણ જવું પડ્યું હતું. આજે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે અમે આપને તેમના કિંમતી વિચારો વિશે જણાવી રહ્યા છીએ.

  • “જો આપણે સતત લડતા રહીશું, તો આપણા પોતાના લોકોને સતત સમસ્યાઓનો સામનો કરવો પડશે, લડવાની જગ્યાએ, આપણે ગરીબી, રોગ અને નિરક્ષરતા સામે લડવું જોઈએ.”
  • “અમે ફક્ત પોતાને માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસમાં માનીએ છીએ.”
  • “કાયદાનું સન્માન કરવું જોઈએ, જેથી આપણા લોકશાહીની મૂળભૂત રચના જળવાઈ રહે અને આપણી લોકશાહી પણ મજબૂત બને.”
  • “દેશ પ્રત્યેની વફાદારી સૌ પ્રથમ આવે છે અને તે સંપૂર્ણ નિષ્ઠા છે, કારણ કે તેમા કોઇ રાહ નથી જોઇ શકતા કે તેમને બદલામાં શું મળે છે.”
  • “જ્યારે સ્વતંત્રતા અને અખંડિતતા જોખમમાં હોય ત્યારે પૂરી શક્તિથી તે પડકારનો મુકાબલો કરવો જ એકમાત્ર કર્તવ્ય હોય છે. આપણે સાથે મળીને કોઈપણ પ્રકારનાં અપેક્ષિત બલિદાન માટે અડગ રહેવું પડશે.
  • “દેશની પ્રગતિ માટે આપણે એકબીજા સાથે લડવાની જગ્યાએ, આપણે ગરીબી, રોગ અને અજ્ઞાનતા સામે લડવું પડશે.”
  • “આપણી શક્તિ અને મજબૂતી માટે સૌથી મહત્વની બાબત છે કે લોકોમાં એકતા સ્થાપિત કરવી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.