Not Set/ લોકડાઉનમાં લગ્ન/ બાઈક ઉપર આવી જાન અને બાઈક ઉપર જ દુલ્હન પહોચી …..

કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન, દરેકને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં પણ મંગળવારે કંઈક આવું જ જોવા મળ્યું. લોકડાઉન વચ્ચે લગ્ન થયાં હતાં, ત્યારબાદ વરરાજાને બાઇક પર દુલ્હનને વિદાય કરાવી ને ઘરે લાવવી પડી હતી. લગ્નના સાત ફેરા બાદ પરિવારે કન્યાને વિદાય આપી હતી. વરરાજા બાઇક પર […]

India

કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉન દરમિયાન, દરેકને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં પણ મંગળવારે કંઈક આવું જ જોવા મળ્યું. લોકડાઉન વચ્ચે લગ્ન થયાં હતાં, ત્યારબાદ વરરાજાને બાઇક પર દુલ્હનને વિદાય કરાવી ને ઘરે લાવવી પડી હતી.

લગ્નના સાત ફેરા બાદ પરિવારે કન્યાને વિદાય આપી હતી. વરરાજા બાઇક પર વહુને લઈને ઘરે પરત ફર્યા હતા. થાણા સિંગાહીની ગ્રામ પંચાયત નિબોરીયાના મઝરા પ્રેમનગરમાં રહેતા રાજેશના થાણા નિહાસનના ઝાંડી ગામની રહેવાસી રાધિકા સાથે લગ્ન થવાના હતા.

લગ્નની તમામ તૈયારીઓ 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી, પરંતુ લોકડાઉનને કારણે, ભવ્યતા સાથે કાર્યક્રમો થઈ શક્યા નહિ.  બંને પરિવારોએ સામાજિક અંતર બનાવીને અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરીને નિયત તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું.

સોમવારે વરરાજા તેના પિતા અને ભાઈઓ સાથે ચાર બાઇક ઉપર જાન લઈ ને પહોંચ્યો હતો. તેણે ધાર્મિક વિધિ સાથે સાત ફેરા લીધા હતા અને સાંજે તે કન્યાને બાઇક પર જ ઘરે લઈ ગયો હતો.

મંતવ્ય ન્યૂઝતમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહોસતર્ક રહોસુરક્ષિત રહો. દેશદુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લોમંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.