Not Set/ લોકડાઉન વચ્ચે આ પૂર્વ CM ના પુત્રના થઇ રહ્યા છે લગ્ન, સરકાર કરશે વિડીયોગ્રાફી

એક તરફ આખું વિશ્વ કોરોના વાયરસ સાથે જંગ લડી રહ્યું છે, દરેક પ્રોગ્રામ રદ કરવામાં આવે છે અને લોકોને ઘરોમાં કેદ કરવામાં આવે છે. બીજી તરફ કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીના પુત્ર નિખિલના આજે લગ્ન થવાના છે. લોકડાઉન દરમિયાન થઈ રહેલા આ વીવીઆઈપી લગ્ન પર કર્ણાટક સરકારની ખાસ નજર છે. સરકારનું કહેવું છે કે […]

India

એક તરફ આખું વિશ્વ કોરોના વાયરસ સાથે જંગ લડી રહ્યું છે, દરેક પ્રોગ્રામ રદ કરવામાં આવે છે અને લોકોને ઘરોમાં કેદ કરવામાં આવે છે. બીજી તરફ કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીના પુત્ર નિખિલના આજે લગ્ન થવાના છે. લોકડાઉન દરમિયાન થઈ રહેલા આ વીવીઆઈપી લગ્ન પર કર્ણાટક સરકારની ખાસ નજર છે. સરકારનું કહેવું છે કે આખા લગ્નની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

એચ.ડી.કુમારસ્વામીના પુત્રના લગ્ન રામનગર જિલ્લાના ફોર્મ હાઉસથી થવાના છે. હાલમાં, રામનગર જિલ્લામાં મીડિયા પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા માત્ર 21 કારને મંજૂરી આપવામાં આવી છે. કુમારસ્વામીએ દાવો કર્યો છે કે અમે લગ્ન માટે રાજ્ય સરકારની મંજૂરી લીધી છે અને લગ્ન કેટલાક કુટુંબના સભ્યોની હાજરીમાં જ પૂર્ણ કરવામાં આવશે.

કર્ણાટક સરકારનું કહેવું છે કે આખા લગ્નની વીડિયોગ્રાફી કરવામાં આવશે અને જો સામાજિક અંતરના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, એચ.ડી. કુમારસ્વામીએ દાવો કર્યો છે કે, પુત્ર નિખિલ સાથે લગ્ન કરવાનો નિર્ણય ડોકટરોની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે હવે લગ્ન ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે એચ.ડી. કુમારસ્વામીના પુત્ર નિખિલના વરિષ્ઠ કોંગ્રેસ નેતા એમ.કૃષ્ણપ્પાની પુત્રી સાથે લગ્ન થઈ રહ્યા છે. બંનેએ 10 ફેબ્રુઆરીએ સગાઈ કરી હતી. નિખિલના આજે લગ્ન છે. લોકડાઉનને કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા નથી, પરંતુ પરવાનગી સાથે ફાર્મ હાઉસમાં કરવામાં આવી રહ્યા છે.

કર્ણાટકના ડેપ્યુટી સીએમ સી.એન. અશ્વથ નારયાએ કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્રને સરકાર દ્વારા સમગ્ર લગ્નની વીડિયોગ્રાફી કરવા સૂચના આપવામાં આવી છે. જો કોવિડ –19 માટે બનાવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો પછી કોઈપણ ક્ષણે અમે કાર્યવાહી કરીશું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.