Not Set/ #લોકડાઉન/ સુરતમાં ફસાયેલા લોકોને સૌરાષ્ટ્ર તરફ જવા માટે સરકારે કરી બસોની ફાળવણી, આ રહેશે ભાડું

દેશમાં લોકડાઉન – 3 નો તબક્કો ચાલી રહ્યો છે. લાંબા લોકડાઉન કાળથી પરપ્રાંતમાં રોટલો રળવા આવેલા લોકો જ્યાંનાં ત્યાં જ ફસાય ગયા છે. ધંધા રાજગારી બંધ છે, આવકનાં કોઇ સાધનો સાજા છે નહી ત્યારે લોકોને દુનિયાનો છેડો પોતાનું ઘર પોતાનુ માદરે વતન સાંભળે તે સ્વાભાવિક છે. તમામ હકીકતો વચ્ચે પરપ્રાંતિય લોકોને પોતાના માદરે વતન પહોંચાડવા […]

Gujarat Surat
1d83d93f5cc13e477fd18eb157b178f1 #લોકડાઉન/ સુરતમાં ફસાયેલા લોકોને સૌરાષ્ટ્ર તરફ જવા માટે સરકારે કરી બસોની ફાળવણી, આ રહેશે ભાડું

દેશમાં લોકડાઉન – 3 નો તબક્કો ચાલી રહ્યો છે. લાંબા લોકડાઉન કાળથી પરપ્રાંતમાં રોટલો રળવા આવેલા લોકો જ્યાંનાં ત્યાં જ ફસાય ગયા છે. ધંધા રાજગારી બંધ છે, આવકનાં કોઇ સાધનો સાજા છે નહી ત્યારે લોકોને દુનિયાનો છેડો પોતાનું ઘર પોતાનુ માદરે વતન સાંભળે તે સ્વાભાવિક છે. તમામ હકીકતો વચ્ચે પરપ્રાંતિય લોકોને પોતાના માદરે વતન પહોંચાડવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, આવી જ વ્યવસ્થાનાં ભાગ રુપે ગુજરાત સરકારે રાજ્યની અંદર જ ફસાયેલા લોકો માટે માદરે વતન જવા મોટો અને મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. 

જી હા, સૌથી જે જગ્યાએ બીજા જીલ્લાનાં લોકો ફસાયેલા જોવામાં આવે છે તે છે સુરત, સુરતમાં સાડી અને હીરા ઉદ્યમી કારીગરો પોતાના માદરે વતન સૌરાષ્ટ્રમાં જવા માટે ક્યારનાં રાહ જોઇ રહ્યા હતા, ત્યારે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીને સૌરાષ્ટ્રમાં જવા માટે રાજ્ય સરકારેની બસોને  રાજ્યની અંદર પરિવહનની પરવાનગી આપી દેવામાં આવી છે.

સુરતમાં ફસાયેલા રત્નકલાકારો મોટાભાગના સૌરાષ્ટ્રના વતની છે. હાલ તમામને પોતાના વતન સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જવા માટે વાહનો મળતા નથી અને ખાનગી બસો મસમોટા ભાડા વસુલતી હોવાની ફરિયાદના પગલે રાજ્ય સરકારે GSRTC બસોને દિવાળી પર જે ભાડામાં પેસેન્જરોને પરિવાહન પુરુ પાડવામાં આવે છે,  તે જ ભાડામાં લઇ જવા આદેશ આપેલ છે. જો કે, આ પ્રકારનાં સમયે આવુ ભાળુ કે જ્યારે આવકનુ કોઇ સાધન છે નહી, લોકડાઉનના કારણે ખિસ્સા ખાલી છે ત્યારે વિવાદનો વિષય જરુર છે, પરંતુ સરકારે પરિવાહનની મંજૂરી જરુર આપી દીધી છે. 

કદાચ એક સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી ખુદ દ્વારા જાહેરમાં કહેવામાં આવેલું કે ગુજરાત એસ.ટી નું ધ્યેય નફો રળવાનું નહી પરંતુ સેવાનુ છે તે વિસરાય જતું લાગી રહ્યું છે???

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન