Not Set/ લો બોલો!! હવે US માં જાનવરો થઇ રહ્યા છે કોરોના સંક્રમિત, આ પહેલા પ્રાણીની થઇ મોત

અમેરિકામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. યુ.એસ. માંલગભગ કોઇ એવુ શહેર નથી કે જે કોરોના વાયરસ પહોંચ્યો ન હોય. આ વાયરસથી મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે આ વાયરસ માણસોની સાથે પ્રાણીઓમાં પણ પોતાની જગ્યા બનાવી રહ્યો છે. તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર અમેરિકામાં કોરોનાથી જર્મન શેફર્ડ ડોગીની મોત થઇ છે. […]

World
245772220f1b976ae976def7687e7dad લો બોલો!! હવે US માં જાનવરો થઇ રહ્યા છે કોરોના સંક્રમિત, આ પહેલા પ્રાણીની થઇ મોત

અમેરિકામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. યુ.એસ. માંલગભગ કોઇ એવુ શહેર નથી કે જે કોરોના વાયરસ પહોંચ્યો ન હોય. આ વાયરસથી મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે આ વાયરસ માણસોની સાથે પ્રાણીઓમાં પણ પોતાની જગ્યા બનાવી રહ્યો છે. તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર અમેરિકામાં કોરોનાથી જર્મન શેફર્ડ ડોગીની મોત થઇ છે.

મળી રહેલી માહિતી અનુસાર, કૂતરાને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાનો આ પહેલો પુષ્ટિ થયેલ કેસ હતો. કૃષિ વિભાગે યુ.એસ. માં ઘણા પ્રાણીઓમાં કોરોના વાયરસ ચેપની પુષ્ટિ કરી છે. કોવિડ-19 થી અત્યાર સુધી 12 કૂતરા, 10 બિલાડીઓ, એક વાઘ અને એક સિંહ પીડિત હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટન આઇલેન્ડનાં રોબર્ટ અને એલિસન માહનીએ નેશનલ જિયોગ્રાફિકને જણાવ્યું હતું કે, સાત વર્ષીય તેમના ડોગી બડીને એપ્રિલનાં મધ્યમાં શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને કેટલાક અઠવાડિયા સુધી તે ચેપની ઝપટમાં હતો. પશુ ચિકિત્સકે મે મહિનામાં બડીની તપાસ કરીને પુષ્ટિ આપી કે તેને કોરોના વાયરસ થયો છે.

યુ.એસ.નાં કૃષિ વિભાગે જૂનમાં અહેવાલ આપ્યો હતો કે ન્યુયોર્કમાં એક જર્મન શેફર્ડદેશમાં સંક્રમિત થયેલ પહેલો કૂતરો હતો. 11 જુલાઈનાં રોજ તેની હાલત વધુ ખરાબ થવાને કારણે તેને પીડારહિત મોત આપવામાં આવી. બડી ની લોહીની ટેસ્ટિંગમાં પણ રોગપ્રતિકારક શક્તિનો કેન્સર જોવા મળ્યો હતો. કૃષિ વિભાગે યુ.એસ. માં ઘણા પ્રાણીઓમાં કોરોના વાયરસ ચેપની પુષ્ટિ કરી છે. કોવિડ-19 થી અત્યાર સુધી 12 કૂતરા, 10 બિલાડીઓ, એક વાઘ અને એક સિંહ પીડિત હોવાનું જાણવા મળ્યું છે. વિભાગે કહ્યું કે પ્રાણીઓથી કોરોના વાયરસ ફેલાવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ એવું લાગે છે કે કેટલાક સંજોગોમાં આ ચેપ લોકોથી પ્રાણીઓમાં ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.