Not Set/ વડોદરાઃ ઇન્ટરનેટથી ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું. યુવતીઓને મહિને 1 લાખ ચૂકવવામાં આેવતા July 20, 2017mantavya Uncategorized વડોદરાઃ સોશિયલ નેટર્વકનો ઉપયોગ અનૈતિક પ્રવૃતિમાં વધી રહ્યો છે. ત્યારે વડોદરામા ઇન્ટરનેટ માધ્યમથી સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાસ થયો છે. આ હાઇપ્રોફાઇલ દેહવેપાર ઇન્ટરનેટના માધ્યથી જ થથો હતો. જેમા દલાલો ‘હાઇ સ્ટાન્ડર્ડ કોલ ગર્લ્સ એસકોર્ટ સર્વિસ બરોડા’ ના નામે વેબસાઇટ ચલાવતા તેના પર સંપર્ક કરવામાં આવતા દલાલો ખરાઇ કર્યા બાદ તમારા વોટ્સએપ નંબર પર યુવતીઓના ફોટો મોકલી આપતા અને ત્યાર બાદ તમે નક્કી કરેલી જગ્યાએ યુવતીઓને મોકલવામાં આવીત હતી. આમ શહેરના પોશવિસ્તારમાં યુવતીઓની ડિલવરી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવતા વડોદરા SOG એ છટકુ ગોઠવી નકલી ગ્રાહક બનીને દલાલ સહિત યુવતીઓને ઝડપી પાડ્યા હતા. દલાલો દ્વારા આ યુવતીઓને મહિને 1 લાખ ચુકવામાં આવતા જે આ યુવતીઓને મુબઇથી કોન્ટ્રાક્ટ પર લાવવામાં આવી હતી. શહેરમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટની જાણ શહેર એસઓજીની ટીમને થઇ હતી. જેથી આ અંગ તપાસ કરતા “હાઇ સ્ટાન્ડર્ડ કોલ ગર્લ્સ એસકોર્ટ સર્વીસ બરોડા” ના નામથી ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા અંગે છટકું ગોઠવી, ઇન્ટરનેટ પર દર્શાવેલ વેબસાઇટ પર સપર્ક કરી છટકુ ગોઠવ્યું હતુ. અને સંપર્ક કરી 12 હજારમાં ડીલ નક્કી કરવામાં આવી હતી. જેથી રિક્ષા ચાલક જૂના પાદરા રોડ પર આવેલા મેક ડોનાલ્ડ્સ પાસે રૂપલલનાઓને લઇને આવી પહોંચતા પોલીસે રિક્ષા ચાલક સહિત બન્ને યુવતિઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સેક્સ રેકેટની જાણાવા મળતી માહિતી મુજબ યુવતીઓને મહિને 1 લાખ આપવામાં આવતા હતા અને વોટ્સએપ દ્વારા ફાઇનલ કરવામાઁ આવેલી ડિલ મુજબ 6 થી 10 હજાર વસુલવામાં આવતા હતા. જેવી યુવતી તેવો તેનો ભાવ નક્કી કરવામાં આવતો હતો. પરપ્રાંતિય યુવતી ક્યા રાજ્યની છે તેના આધારે ભાવ નક્કી કરવામાં આવતો હતો.