Not Set/ વડોદરામાં વધુ એક કોરોના વોરિયર્સ ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત

  IMA પણ ભારતનાં ડોક્ટરો પર કોરોનાને કારણે ખતરો મંડરાઇ રહ્યો છે તેવુ જાહેર કરી ચૂકી છે અને કોરોના સામે ભારતભરમાં હજારો ડોક્ટરો લાચાર બની સંક્રમિત થઇ રહ્યા છે, તેમજ મોતને પણ ભેટી રહ્યા છે તેના આંકડા રજૂ કરી ચૂકી છે, ત્યા આજે ફરી ગુજરાતનાં વડોદરા શહેરનાં નામાંકિત કોરોનાનાં વોરિયર ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું […]

Gujarat Vadodara
b03d12c5e7ae6b44bca316d058862865 વડોદરામાં વધુ એક કોરોના વોરિયર્સ ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત
 

IMA પણ ભારતનાં ડોક્ટરો પર કોરોનાને કારણે ખતરો મંડરાઇ રહ્યો છે તેવુ જાહેર કરી ચૂકી છે અને કોરોના સામે ભારતભરમાં હજારો ડોક્ટરો લાચાર બની સંક્રમિત થઇ રહ્યા છે, તેમજ મોતને પણ ભેટી રહ્યા છે તેના આંકડા રજૂ કરી ચૂકી છે, ત્યા આજે ફરી ગુજરાતનાં વડોદરા શહેરનાં નામાંકિત કોરોનાનાં વોરિયર ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું છે. 

જી હા, વડોદરા કોરોના વોરિયર્સ તબીબનું કોરોનાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. M.D. ડોકટર વિશાલ ગુપ્તાનું અવસાન થયુ હોવની વિગતો સામે આવતા તબીબઆલમમાં ઘેરો શોક ફરી વળ્યો હોવાનુ જોવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, ડો.વિશાલ ગુપ્તા લાઈફ લાઈન હોસ્પિટલના M.D. હતા અને કોરોના સામેની જંગનાં અગ્રણીય લડવૈયાઓમાંનાં એક હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક જ મહિનામાં 4 પ્રખ્યાત તબીબોનું કોરોનાથી મોત થયું હોવાનાં કારણે તબીબોમાં ચિંતાની સ્થિતિ સાથે ભય વ્યાપ્યો જોવામાં આવે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews