Not Set/ વડોદરા/ નર્મદાના માહિતી ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર કોરોનાની ચુંગાલમાં લપેટાયા

ગુજરાત રાજયામાંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક ૯૨૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે એક પછી એક સરકારી કર્મચારી, આરોગ્ય કર્મચારી, પોલીસ કર્મચારી પણ કોરોનાની લપેટમાં આવી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના મુક્ત ભારત બનાવવા માટે અવિરત પ્રયાસો ચાલુ જ છે. અને  તેની સંપૂણ માહિતી સરકારી વિભાગના માહિતી ખાતાના અધિકારીઓ દ્વારા […]

Gujarat Vadodara
8f8da1eab07d53f46543bcadfc8ae95a વડોદરા/ નર્મદાના માહિતી ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર કોરોનાની ચુંગાલમાં લપેટાયા

ગુજરાત રાજયામાંકોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક ૯૨૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે એક પછી એક સરકારી કર્મચારી, આરોગ્ય કર્મચારી, પોલીસ કર્મચારી પણ કોરોનાની લપેટમાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા કોરોના મુક્ત ભારત બનાવવા માટે અવિરત પ્રયાસો ચાલુ જ છે. અને  તેની સંપૂણ માહિતી સરકારી વિભાગના માહિતી ખાતાના અધિકારીઓ દ્વારા પ્રેસ મીડિયાને આપવામાં આવે છે. જેમાં વડોદરાના નર્મદા માહિતી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર યાકુબ ગાદીવાલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી વિભાગોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

કારણ કે સરકારની તમામ વિભાગની માહિતી એકઠી કરી ને  પ્રિન્ટ અને ઇલોક્ટ્રોનિક મીડિયા સુધી પહોંચાડવાનું કાર્ય કરતા માહિતી ખાતાના અધિકારીને કોરોના પોઝિટીવ આવતા સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.