Not Set/ વડોદરા પર ફરી કોરોનાનો કાળમુખો ફૂફાડો, 19 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાત વધુ વધ્યો

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. મહાનગરોમાં તો કોરોના આફત કરતા પણ કઇંક વિશેષ હોવાનું જોવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને જેમ સરકાર અને તંત્ર રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેમ તેમ જ કોરોના પોતાનો વ્યાપ વધાર તો જ જાય છે. આજે ફરી મહાનગરોની માઠી બેઠી હોય તેવી રીતે વડોદરા માટે માઠા અને મરસીયા સમાચાર […]

Gujarat Vadodara
f1091e9e3a53945d7b8f4af30917375c વડોદરા પર ફરી કોરોનાનો કાળમુખો ફૂફાડો, 19 પોઝિટીવ કેસ નોંધાતા ફફડાત વધુ વધ્યો

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. મહાનગરોમાં તો કોરોના આફત કરતા પણ કઇંક વિશેષ હોવાનું જોવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને જેમ સરકાર અને તંત્ર રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેમ તેમ જ કોરોના પોતાનો વ્યાપ વધાર તો જ જાય છે. આજે ફરી મહાનગરોની માઠી બેઠી હોય તેવી રીતે વડોદરા માટે માઠા અને મરસીયા સમાચાર સામે આવી રહ્યા છે.

જી હા વડોદરામાં ફરી કોરોના પોઝિટીવ એક્સપ્લેઝન જોવામાં આવી રહ્યું છે. વડોદરામાં એક સાથે 19 કોરોના પોઝિટીવ કેસ નોંધવામાં આવતા વડોદારામાં પ્રવર્તતો ફફડાટ વધુ વધ્યો હોવાનું સામે આવી રહ્યું છે. 19 પોઝિટીવ કેસનાં ઉમેરા સાથે વડોદરામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 500 નજીક એટલે કે 476 પર પહોંચી ગઇ છે.

જો કે, રણમાં મીઠી વિરડી સમાન વડોદરાનાં 29 દર્દીઓ કોરોનાને માત આપી કોરોના સામેની જંગ જીતી લીધી છે. આ 29 દર્દીઓ સાથે કોરોના સામે અત્યાર સુધીમાં વદોડરાનાં 193 દર્દીઓએ જંગમાં જીત મેળવી લીધી છે. વડોદરા માટે એક સારા સમાચાર એ પણ કહી શકાય કે છેલ્લા 48 કલાકમાં વડોદરામાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનુ મોત નથી નીપજ્યું…

જુઓ વડોદરામાં કોરોનાની કહાની મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન