Not Set/ વડોદરા/ વાઘોડિયા નજીક શંકર પેકેજીંગના 65 કર્મચારીઓને ફૂડ પોઇઝનીં

વડોદરા નજીક વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી શંકર પેકેજિંગ કંપનીમાં આજે બપોરે કેન્ટિનમાં ભોજન લીધા બાદ કેટલાક કામદારોની તબિયત લથડતા કર્મચારીઓને લીમડા ગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરાના વાઘોડિયા ખાતેની ઔદ્યોગિક વસાહતમાં આવેલ જાણીતી શંકર પેકેજીંગના કર્મચારીઓને કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ કેટલાક કામદારોની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ કર્મચારીઓને અસર થઇ હતી. જેના પગલે […]

Gujarat Vadodara
033567a0314a9a38d2268332db45e794 વડોદરા/ વાઘોડિયા નજીક શંકર પેકેજીંગના 65 કર્મચારીઓને ફૂડ પોઇઝનીં

વડોદરા નજીક વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી શંકર પેકેજિંગ કંપનીમાં આજે બપોરે કેન્ટિનમાં ભોજન લીધા બાદ કેટલાક કામદારોની તબિયત લથડતા કર્મચારીઓને લીમડા ગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરાના વાઘોડિયા ખાતેની ઔદ્યોગિક વસાહતમાં આવેલ જાણીતી શંકર પેકેજીંગના કર્મચારીઓને કંપનીની કેન્ટીનમાં ભોજન આરોગ્યા બાદ કેટલાક કામદારોની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ તમામ કર્મચારીઓને અસર થઇ હતી. જેના પગલે તમામને વાઘોડિયા ખાતે જ આવેલી પારૂલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણની હાલત ગંભીર જણાતાં ત્રણેવને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘોડિયા જીઆઇડીસી ખાતેની શંકર પેકેજીંગમાં ગતરોજ બપોરે ત્રણ વાગ્યા બાદ કર્મચારીઓએ ફરીયાદો શરૂ કરી હતી. જેના પગલે જે જે કર્મચારીઓ ફરીયાદ કરતાં તે તમામને સારવાર માટે નજીકમાં આવેલી પારૂલ યુનિ. કેમ્પસમાં આવેલી પારૂલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીબોએ સારવાર પણ શરૂ કરી દીધી હતી. હોસ્પિટલમાં ખસેડાયેલાઓ પૈકીના કેટલાકને તો પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ કેટલાકની હાલત ગંભીર જણાતા તેઓને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જેમાં ત્રણને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.