Not Set/ વડોદરા/ વિરોધ કરતી કોંગી મહિલા કાર્યકરોને મહિલા પોલીસની ગેરહાજરીમાં પોલીસે ચડાવી ધક્કે, પછી થયુ આવું…

વડોદરામાં JEE-NEETની પરીક્ષા મુદ્દે હોબાળો જોવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી સુધી વાત પહોંચી જતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જી હા, સરકાર દ્વારા JEE-NEETની પરીક્ષા પોસ્ટપોન્ડ ન કરવામાં આવતા JEE-NEETની પરીક્ષાને લઇને કોંગ્રેસે રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસનાં ચક્કાજામને કારણે ભારે વિવાદ સર્જાયો હતો અને કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ ગઇ હતી. […]

Gujarat Vadodara
692c1390164caedc7290ba0786b168ef વડોદરા/ વિરોધ કરતી કોંગી મહિલા કાર્યકરોને મહિલા પોલીસની ગેરહાજરીમાં પોલીસે ચડાવી ધક્કે, પછી થયુ આવું...

વડોદરામાં JEE-NEETની પરીક્ષા મુદ્દે હોબાળો જોવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી સુધી વાત પહોંચી જતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જી હા, સરકાર દ્વારા JEE-NEETની પરીક્ષા પોસ્ટપોન્ડ ન કરવામાં આવતા JEE-NEETની પરીક્ષાને લઇને કોંગ્રેસે રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. કોંગ્રેસનાં ચક્કાજામને કારણે ભારે વિવાદ સર્જાયો હતો અને કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ ગઇ હતી.

વડોદરાનાં અકોટા-દાંડિયાબજાર ખાતે પોલીસે કોંગ્રેસ કાર્યકરોને અટકાવતાં વિવાદ અનેે મહિલા કાર્યકરોને ધક્કે ચઢાવતાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે વિવાદે જન્મ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસ દ્વારા મહિલા પોલીસની ગેરહાજરીમાં કોંગ્રેસની મહિલા કાર્યકરોને ધક્કે ચઢાવી દેવામાં આવી હતી. સામે મામલાને લઇને વિફરેલા કોંગ્રેસ કાર્યકરોએ પીએસઆઇને ધક્કે ચઢાવ્યા હતા. પીએસઆઇ જાધવનો કોંગ્રેસ કાર્યકરોએ ઘેરાવો પણ કર્યો હતો. સમગ્ર વિવાદમાં પોલીસે 20 જેટલાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews