Not Set/ વડોદરા/ હત્યાના આરોપીએ જામીન પર છૂટીને આ રીતે ઉડાવ્યા પોલીસની આબરૂના ધજાગરા..

વડોદરામાં જામીન પર છુટેલા હત્યાનાં એક આરોપીએ સેન્ટ્રલ જેલથી પોતાનાં ઘર સુધી રેલી કાઢી પોલીસની ધાક અને આબરૂનાં ધજાગરા ઉડાવી દીધાં છે. આ હત્યારા આરોપીની રેલીનો ટિકટોક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરામાં આરોપીઓ દ્વારા પોલીસની આબરૂ નિલામ કરતાં એક પછી એક ટિકટોક વિડીયો વાયરલ કરાઇ રહ્યાં છે. અગાઉ સયાજીગંજ […]

Gujarat Vadodara
542d3aea48719f6b098611f9888c7bbe વડોદરા/ હત્યાના આરોપીએ જામીન પર છૂટીને આ રીતે ઉડાવ્યા પોલીસની આબરૂના ધજાગરા..

વડોદરામાં જામીન પર છુટેલા હત્યાનાં એક આરોપીએ સેન્ટ્રલ જેલથી પોતાનાં ઘર સુધી રેલી કાઢી પોલીસની ધાક અને આબરૂનાં ધજાગરા ઉડાવી દીધાં છે. આ હત્યારા આરોપીની રેલીનો ટિકટોક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વડોદરા પોલીસ એક્શનમાં આવી છે.

વડોદરામાં આરોપીઓ દ્વારા પોલીસની આબરૂ નિલામ કરતાં એક પછી એક ટિકટોક વિડીયો વાયરલ કરાઇ રહ્યાં છે. અગાઉ સયાજીગંજ પોલીસ મથકમાં આરોપીએ બનાવેલ ટિકટોક વિડીયો વાયરલ થયાં બાદ હવે વધુ એક આરોપીનો ટિકટોક વિડીયો સામે આવ્યો છે. જેમાં હત્યાનાં આરોપીએ જામીન પર જેલમાંથી છુટ્યા બાદ જેલથી પોતાનાં ઘર સુધી તેનાં સમર્થક મિત્રો સાથે રેલી યોજી હતી. જેલમાંથી જામીન પર છુટેલો સુરજ કહાર નામનો આરોપી લાલ કલરની ઓડી કારમાં સવાર થઇ રેલી સ્વરૂપે વડોદરાનાં રાજમાર્ગો પર ફર્યો હતો.

અને આ રીતે જ પોતાનાં ઘરે પહોંચ્યો હતો. જાણે કોઇ જંગ જીતીને આવ્યો હોય. જેનો ટિકટોક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હત્યાનાં આરોપીનો આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં વડોદરા પોલીસની આબરૂનાં ધજાગરા ઉડી ગયાં હતાં. જે બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે હત્યાનાં આરોપી સુરજ કહાર ઉર્ફે ચુઇ અને તેનાં 10 જેટલાં મિત્રો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે લાલ કલરની ઓડી કાર કબ્જે કરી છે અને ભૂગર્ભમાં ઉતરી ગયેલાં આરોપી સુરજ અને તેનાં મિત્રોને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્ત્વનું છે કે થોડાં સમય પહેલાં વડોદરાનાં વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા નજીક વાહન ઓવરટેકની નજીવી તકરારમાં કેવલ જાદવ નામના યુવકની હત્યા થઇ હતી. જેમાં સુરજ કહાર મુખ્ય આરોપી છે. આ મામલે સુરજ ઉર્ફે ચુઇની ધરપકડ કરી પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો. પરંતુ જેવો તે જેલની બહાર આવ્યો ફિલ્મી સ્ટાઇલમાં તેને રેલી યોજી વડોદરા પોલીસની ધાક અને આબરૂ બંનેનાં ધજાગરા ઉડાવી દીધાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.