Not Set/ વડોદરા/ ATMમાંથી પૈસા ઉપાડવા 3 જવાનોને પડ્યા ભારે, લાગ્યો કોરોનાનો ચેપ

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. વડોદરામાં આર્મીના ત્રણ જવાનો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ ત્રણેય આર્મી જવાનોને ATM ને કારણે કોરોનાનો ચેપ લાગવાની વાત બહાર આવતા લોકોમાં હવે એક જાતની નવી ચિંતા ઉભી થઇ છે.   આપને જણાવી દઈએ કે આ ત્રણેને એટીએમમાંથી ચેપ લાગ્યો હોવાનું ખુલતા આ એટીએમનો ઉપયોગ કરનાર […]

Gujarat Vadodara
36d79611d6c658b52338183d97d48adf વડોદરા/ ATMમાંથી પૈસા ઉપાડવા 3 જવાનોને પડ્યા ભારે, લાગ્યો કોરોનાનો ચેપ

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. વડોદરામાં આર્મીના ત્રણ જવાનો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ ત્રણેય આર્મી જવાનોને ATM ને કારણે કોરોનાનો ચેપ લાગવાની વાત બહાર આવતા લોકોમાં હવે એક જાતની નવી ચિંતા ઉભી થઇ છે.  

આપને જણાવી દઈએ કે આ ત્રણેને એટીએમમાંથી ચેપ લાગ્યો હોવાનું ખુલતા આ એટીએમનો ઉપયોગ કરનાર અન્ય 28 જવાનોને પણ કવોરેન્ટાઇન કરાયા હતા. સંક્રમણનો ભોગ બનનાર જવાનો પાડોશી રાજયમાંથી વડોદરા આવ્યા હોવાની પણ વિગત સપાટી પર આવી છે.

ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથેના 28 સૈનિક જવાનોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે.આમ આર્મીના જવાનો પણ સંક્રમિત થતા વડોદરામાં કોરોનાને લઈ હજુપણ સાવચેતી વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.