Accident video viral/ વદોડરામાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત

બાઈક પર સ્ટંટ કરવાનો કેવો અંજામ આવે છે તે વડોદરામાં બનેલા એક અકસ્માત પરથી ખ્યાલ આવે છે. રોડ પર સ્ટંટ કરતા જઈ રહેલો આ યુવક કાર સાથે ધડાકાભેર ટકરાતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

Gujarat Vadodara
અકસ્માત

બાઈક પર સ્ટંટ કરવાનો કેવો અંજામ આવે છે તે વડોદરામાં બનેલા એક અકસ્માત પરથી ખ્યાલ આવે છે. રોડ પર સ્ટંટ કરતા જઈ રહેલો આ યુવક કાર સાથે ધડાકાભેર ટકરાતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે.

વડોદરામાં પોર વિસ્તારમાં અકસ્માતની આ ઘટના સામે આવી હતી. પોરમાં આ યુવક બાઈક લઈને પોરના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રોડ પર સ્ટંટ કરતા કરતા જઈ રહેલો આ યુવક સામેથી આવી રહેલી કાર સાથે ટકરાયો હતો. જેમાં તે કાર સાથે અથડાઈને ફંગોળાઈને નીચે પટકાયો હતો.

જેમાં યુવકને ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો: 

આ પણ વાંચો: