Not Set/ વાંદરા બાદ હવે ઉંદરમાં કોરોના ચેપને રોકવામાં સફળ રહી કોરોનાની આ રસી

  વિશ્વવ્યાપી કોરોના વાયરસનાં કહેરની વચ્ચે રસી ક્યારે આવશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. અમેરિકન મલ્ટિનેશનલ કંપની જ્હોનસન એન્ડ જ્હોનસનની ભાગીદારીમાં વિકસિત કોવિડ-19 રસીની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે, તેમાં એન્ટિબોડીઝ પેદા કરવામાં આવી છે, જે ઉંદરને કોરોના વાયરસનાં ચેપથી સુરક્ષિત કરી શકે છે. એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. નેચર મેડિસિન જર્નલમાં […]

World
b6d6a3cf247bb2b4946da4949880421e વાંદરા બાદ હવે ઉંદરમાં કોરોના ચેપને રોકવામાં સફળ રહી કોરોનાની આ રસી
 

વિશ્વવ્યાપી કોરોના વાયરસનાં કહેરની વચ્ચે રસી ક્યારે આવશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે. અમેરિકન મલ્ટિનેશનલ કંપની જ્હોનસન એન્ડ જ્હોનસનની ભાગીદારીમાં વિકસિત કોવિડ-19 રસીની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે, તેમાં એન્ટિબોડીઝ પેદા કરવામાં આવી છે, જે ઉંદરને કોરોના વાયરસનાં ચેપથી સુરક્ષિત કરી શકે છે.

એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત આ અધ્યયન મુજબ, રસીએ સીરિયન સોનેરી ઉંદરમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિમાં વધારો કર્યો અને તેમને ન્યુમોનિયા જેવા ઘણા રોગો અને મૃત્યુથી બચાવી શકાયા. જ્હોનસન અને જ્હોનસન તથા બર્થ ઇઝરાઇલ ડીકોનેસ મેડિકલ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે વિકસિત રસી, સામાન્ય સરદીનાં વાયરસનાં એડિનોવાયરસ સીરોટાઇપ 26 (એડી 26) નો ઉપયોગ કરે છે. જણાવી દઇએ કે, આ પહેલા ઘણી રસી વાંદરાઓમાં સફળ સાબિત થઈ ચુકી છે.

આ પણ વાંચો – #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કેસ રોજ તોડી રહ્યા છે રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

બીઆઈડીએમસી સેન્ટર ફોર વાયરોલોજી એન્ડ વેક્સીન રિસર્ચનાં ડિરેક્ટર, ડૈન બરુચે જણાવ્યું હતું કે, ‘અમે તાજેતરમાં જોયું કે એડી-26 સ્થિત સાર્સ-સીઓવી-2 રસીએ વાંદરાઓની અંદર એક મજબૂત સુરક્ષા પ્રણાલી વિકસાવી હતી અને હવે તેનુ પરીક્ષણ માણસો પર કરવામાં આવી રહ્યુ છે. જો કે વાંદરાઓને સામાન્ય રીતે વધારે ગંભીર રોગો હોતા નથી અને તેથી આ રસી ઉંદરને ગંભીર ન્યુમોનિયાથી બચાવવા અને સાર્સ-સીઓવી-2 થી મૃત્યુને બચાવશે કે કેમ તેનો અભ્યાસ કરવો જરૂરી હતો.

આ પણ વાંચો – 2021 માં પણ કોરોનાનો કહેર રહી શકે છે યથાવત : એઈમ્સ ડાયરેક્ટર

આપને જણાવી દઈએ કે, અમેરિકામાં કોરોના વાયરસ રસી બનાવવાની દોડમાં ત્રણ કંપનીઓ આગળ છે. ત્રણ દવા ઉત્પાદકો તેમની રસીનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં છે, જેમા હજારો સ્વયંસેવકો પર ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ કંપની એસ્ટ્રાઝેનેકા છે, જે ઇંગ્લેંડની ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં રસીઓ વિકસાવી રહી છે, બીજી મોડર્ના છે, જે અમેરિકન રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ સાથે રસી વિકસાવી રહી છે, અને ત્રીજી ફેઝર અથવા બાયોટેક એલાયન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.