OMG!/ તે મને દગો આપ્યો… નશામાં ધૂત પ્રેમિકાએ પ્રેમીને 100 ફૂટની ઊંચાઈથી માર્યો ધક્કો માર્યો!

પ્રેમિકાએ  પ્રેમી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો. મામલો એટલો વધી ગયો કે પ્રેમિકાએ તેને હોટલની બાલ્કનીમાંથી નીચે ધકેલી દીધો.

World Trending
પ્રેમિકાએ પ્રેમીને

એક કપલ વિદેશમાં રજાઓ ગાળવા ગયું હતું. ત્યાં એક લક્ઝરી હોટલમાં રોકાયા હતા. રાત્રે બંનેએ ખુબ જ દારૂ પીધો હતો.દરમિયાન પ્રેમિકાએ તેના પ્રેમી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પ્રેમિકાએ પ્રેમીને કહ્યું ટે મારી સાથે છેતરપિંડી કરી છે. જે બાદ મામલો એટલો વધી ગયો કે પ્રેમિકાએ તેને હોટલની બાલ્કનીમાંથી નીચે ધકેલી દીધો.

પ્રેમિકાએ પ્રેમીને 100 ફૂટની ઊંચાઈએથી માર્યો ધક્કો 

પ્રેમી 100 ફૂટની ઊંચાઈએથી પડી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ પછી પોલીસે આરોપી પ્રેમિકાની ધરપકડ કરી હતી. હાલમાં જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેણે તેનું નિવેદન નોંધ્યું હતું.

‘ધ સન’ અનુસાર, આ કપલ બ્રિટનનું હતું. 22 વર્ષીય પેગ્રામ રીસ તેની 31 વર્ષની ગર્લફ્રેન્ડ મેરી મેયર્સ સાથે તુર્કી ગયો હતો. ત્યાં તેઓએ ફાઈવ સ્ટાર હોટેલ બુક કરાવી અને સાથે રહેવાનું શરૂ કર્યું. પરંતુ 19 જુલાઈના રોજ પેગ્રામનો મૃતદેહ હોટલની બિલ્ડિંગની નીચેથી મળી આવ્યો હતો. તે લગભગ 100 ફૂટની ઊંચાઈ પર સ્થિત તેના રૂમમાંથી પડી ગયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે પોલીસ તપાસ માટે પેગ્રામના રૂમમાં ગઈ તો તેમને ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા. પછી મેરીએ લોહીના ડાઘા વિશે જુદી જુદી વાર્તાઓ કહી. તે જ સમયે, હોટેલ સ્ટાફે પોલીસને જણાવ્યું હતું કે દંપતીએ મૃત્યુના થોડા કલાકો પહેલા ખૂબ દારૂ પીધો હતો. મેરી એટલી નશામાં હતી કે તેને હોટલના કર્મચારીઓએ પકડીને રૂમમાં લઈ ગયા. આના થોડા સમય બાદ પેગ્રામનો મૃતદેહ મળી આવ્યો હતો.

વકીલોએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું કે મેરીએ પેગ્રામ પર અન્ય છોકરી સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો. મેરીએ તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને દલીલ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે વાત એટલી વધી ગઈ કે તેણે પેગ્રામને બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો. નીચે પડતાં જ તેનું મોત થયું હતું. મેરી પર ઈરાદાપૂર્વક હત્યાનો આરોપ હતો. જોકે મેરીએ આ આરોપને નકારી કાઢ્યો છે.

મેરી દાવો કરે છે કે તેના મૃત્યુના એક દિવસ પહેલા, પેગ્રામે પોતે તેને બાલ્કની નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. મેરીએ એવો પણ દાવો કર્યો હતો કે પેગ્રામ બ્રિટનમાં ડ્રગ કિંગપિન હતો,. તે જ સમયે, પોલીસે કહ્યું છે કે મેરીએ ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો મેરીને દોષિત ઠેરવવામાં આવે તો તેને 24 વર્ષ જેલમાં પસાર કરવા પડશે.

આ પણ વાંચો:તાલિબાનીઓની ક્રૂરતા:યુવકની ગોળી મારી હત્યા, પછી લાશ સાથે કર્યું આવું….

આ પણ વાંચો:યુ.એસ.માં પ્રથમ વખત બાળકોમાં મંકીપોક્સ વાયરસ જોવા મળ્યો, બિડેન વહીવટીતંત્ર લાદી શકે છે આરોગ્ય કટોકટી

આ પણ વાંચો:શિવસેના કોની? ચૂંટણી પંચે, શિંદે અને ઠાકરે જૂથને 8 ઓગસ્ટ સુધીમાં તેમના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરવાનો આદેશ