Not Set/ વાપીઃ બીજેપીના કોર્પોરેટરની ગાડીએ સર્જ્યો ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

વાપીઃ નગરપાલિકાના સભ્ય આરતીબેનની કારના ડ્રાઇવરે સેલવાસથી વાપી તરફ આવી રહ્યા હતા ત્યારે  ચાર લોકોને અડફેટે લીધા હતા જેમા ચારેય લોકોના મોત થયા હતા. વાપી નગરપાલિકાના વૉર્ડ નંબર 7 ના બીજેપીના સભ્ય આરતીબેનની મહિન્દ્રા એક્સયુવી 500 કારે બે સ્કુટર સવારને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતમાં સ્કુટરના બે ટુકડા થઇ ગયા હતા. અકસ્માતમાં બે અલગ અલગ […]

Uncategorized

વાપીઃ નગરપાલિકાના સભ્ય આરતીબેનની કારના ડ્રાઇવરે સેલવાસથી વાપી તરફ આવી રહ્યા હતા ત્યારે  ચાર લોકોને અડફેટે લીધા હતા જેમા ચારેય લોકોના મોત થયા હતા.

વાપી નગરપાલિકાના વૉર્ડ નંબર 7 ના બીજેપીના સભ્ય આરતીબેનની મહિન્દ્રા એક્સયુવી 500 કારે બે સ્કુટર સવારને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતમાં સ્કુટરના બે ટુકડા થઇ ગયા હતા. અકસ્માતમાં બે અલગ અલગ સ્કુટર સાથે અકસ્માત થયો હતો જેમા ચાર લોકોના મોત થયા હતા.

આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અને ઘટના સ્થળે પહોંચીને તાત્કાલીક પગલા લીધા હતા. પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળેથી અકસ્માત થયેલી કારને ખસેડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ અકસ્માત વખતે કાર મહિલા કોર્પોરેટર ચલાવી રહ્યા હતા કે, તેમના પતિ કે અન્ય કોઇ તે અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે.