Not Set/ શશિકલા સામે ઓ.પનીરસેલ્વમની બગાવત, AIADMK માં વિભાજનની અટકોળ શરૂ

ચેન્નઇઃ તમિલનાડૂના સીએમ પદ પર AIADMK ના મહાસચિવ શશિકલાની તાજપોશી પહેલા પાર્ટીમાં વિવાદ ઉભો થયો છે.  શશિકલા માટે સીએમ પદથી રાજીનામું આપનાર ઓ.પન્નીરસેલ્વમ હવે બાગી બની ગયા છે. ચેન્નઇમાં મંગળવાર રાત્રે હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પન્નીર સેલ્વમે શશિકલા વિરુદ્ધ સામે મોરચો ખોલીન કહ્યું છે કે, જયલલિતા મને સીએમ પદ પર જોવા માંગતા હતા. અને તેમની પાસે […]

India
શશિકલા સામે ઓ.પનીરસેલ્વમની બગાવત, AIADMK માં વિભાજનની અટકોળ શરૂ

ચેન્નઇઃ તમિલનાડૂના સીએમ પદ પર AIADMK ના મહાસચિવ શશિકલાની તાજપોશી પહેલા પાર્ટીમાં વિવાદ ઉભો થયો છે.  શશિકલા માટે સીએમ પદથી રાજીનામું આપનાર ઓ.પન્નીરસેલ્વમ હવે બાગી બની ગયા છે. ચેન્નઇમાં મંગળવાર રાત્રે હાઇવોલ્ટેજ ડ્રામા બાદ પન્નીર સેલ્વમે શશિકલા વિરુદ્ધ સામે મોરચો ખોલીન કહ્યું છે કે, જયલલિતા મને સીએમ પદ પર જોવા માંગતા હતા. અને તેમની પાસે પરાણે રાજીનામું લેવમાં આવ્યું છે. પોતાના બચાવવમાં સામે આવેલ શશિકાલએ કહ્યું કે, પાર્ટીમાં કોઇ જ પ્રકારનો વિવાદ નથી. આના પાછળ ડીએમકેનું કાવતરું છે. હવે તમામ લોકોની નજર એ વાત પર છે કે, તમિલનાડુના રાજકારણાં આગળ શું થશે.?

પન્નીરસેલ્વમની બગાવત બાદ પાર્ટીમાં વિભાજનની સૌથી વધુ સંભાવના છે. હાલના દિવસોમાં પાર્ટીના ઘણ  નેતા શશિકાલ સામે બગાવત કરીને સામે આવ્યા છે. પાર્ટી નેતા પાંડિયાને મંગળવારે પ્રેસ કૉંફરન્સ કરીને જયલલિતાની મૌત પાછળ કાવદરાનો આપરો લગાવ્યો છે. સીધી રીતે તેના નિશાને શશિકલા જૂથ પર હતો.  આ પહેલા રાજ્યસભા સાંસદ અને પાર્ટીની હાકી કઢાયેલા નેતા શશિકલા પુષ્પા પણ શશિકાલ નટરાજન વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. હવે પન્નીરસેલ્વમ બાદ પાર્ટીમાં  વિભાજન પડવાની આશંકા વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે.