Not Set/ શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો : મનપા કમિશનર વિજય નહેરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના અંગે મનપાની કામગીરી બાબતે માહિત આપતા જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે.  અમદાવાદના શહેરમાં હોસ્પિટલો વધે તે માટે […]

Ahmedabad Gujarat
766bf1a786ebe5881312480c477dd140 1 શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો : મનપા કમિશનર વિજય નહેરા
766bf1a786ebe5881312480c477dd140 1 શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો : મનપા કમિશનર વિજય નહેરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે કોરોના અંગે મનપાની કામગીરી બાબતે માહિત આપતા જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનો પોઝિટિવ કેસનો ડબલીંગ રેટ 12 દિવસનો થયો છે. ત્રીજા તબક્કામાં લોકડાઉનનું 100 ટકા પાલન કરવું પડશે. લોકડાઉનથી અમદાવાદને ફાયદો થયો છે. મોટી સંખ્યામાં લોકો સાજા થઈને પોતાના ઘરે જઈ રહ્યાં છે. 

અમદાવાદના શહેરમાં હોસ્પિટલો વધે તે માટે કામ કરાયું છે. ખાનગી ડોક્ટરો સાથે વાત કરી છે. ખાનગી ટ્રસ્ટની 2 હોસ્પિટલની શરૂઆત કરાવી છે.  કોમ્યુનિટી સેન્ટરમાં કોવિડ સેન્ટર પણ ઊભું કર્યું છે. જમાલપુર વોર્ડમાં જેટલી પણ પ્રાઈવેટ ક્લિનિક, હોસ્પિટલને શરૂ કરવામાં આવ્યાં છે. એક જ વોર્ડ જમાલપુરમાં 6 ફીવર ક્લિનિક શરૂ કરાશે. જેથી કરીને લોકોને તેમના ઘરની એકદમ નજીક આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે. 

છેલ્લા 15 દિવસથી સુપર સ્પ્રેડર્સ ખાસ કરીને શાકભાજી વેચનારાઓ માંથી 21 એપ્રિલથી અત્યાર સુધીમાં 11,651 જેટલા સુપર સ્પ્રેડર્સની સ્ક્રિનિંગ કરી છે જેમાંથી 2714 જેટલા લોકોના સેમ્પલ લેવાયા અને તેમાથી 222 લોકો પોઝિટિવ ગણાતા તેમને આઈસોલેટ કરાયા.

અત્યાર સુધીમાં 30900 જેટલા માસ્કનું વિતરણ છેલ્લા બે ત્રણ દિવસમાં કરાયું. 4600 હેન્ડ સેનેટાઈઝર અપાયા છે. જે ફેરિયાઓ કે વેપારીઓ માસ્ક ન પહેરે તેમની પાસેથી છેલ્લા 3 દિવસમાં 9 લાખ જેટલો દંડ કરાયો છે. માસ્ક અને સેનેટાઈઝર ઉપરાંત હવે આજથી તમામ ફેરિયાઓને સ્ક્રિનિંગ કરીને એક કાર્ડ અપાશે, સાત દિવસ સુધી વેલિડ રહેશે અને સાત દિવસ બાદ ફરીથી સ્ક્રિનિંગ કરવામાં આવશે. કાર્ડ નહી હોય તેમને કામગીરી નહીં કરવા દેવામાં આવશે. નાગરિકોને ખબર પડશે કે તેઓ સેફ છે કે કેમ. તેઓને એક સર્ટિફિકેટ પણ કાર્ડ સાથે આપવામાં આવશે. આ સાથે ફરીથી માસ્ક, સેનેટાઈઝર, અને હવે ગ્લોવ્ઝ પણ આપવાના રહેશે. 

આદતો બદલીશું તેટલું જલદી આ વાયરસ પર જીત મેળવી શકીશું. આપણે એલર્ટ રહેવાનું છે, બધી સૂચનાઓનું પાલન કરવાનું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.