Not Set/ શા માટે હાફિઝ સઈદ પર પગલાં લેવામાં નથી આવતાં? પાક. સંસદમાં સવાલ

ઈસ્લામાબાદ– મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદ અને તેના જેવા અન્ય આતંકવાદીઓને દેશમાં શરણ દેવા મામલે નવાઝ શરીફને તેમના પક્ષના જ સાંસદોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સાંસદે સવાલ કર્યો કે શા માટેહાફિઝ સઈદ પર પગલાં લેવામાં નથી આવતાં? હાફિઝ સઈદ શું ફાયદો આપી રહ્યો છે કે આપણે તેને પાળી રહ્યા છીએ? […]

Uncategorized

ઈસ્લામાબાદ– મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદ અને તેના જેવા અન્ય આતંકવાદીઓને દેશમાં શરણ દેવા મામલે નવાઝ શરીફને તેમના પક્ષના સાંસદોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સાંસદે સવાલ કર્યો કે શા માટેહાફિઝ સઈદ પર પગલાં લેવામાં નથી આવતાં? હાફિઝ સઈદ શું ફાયદો આપી રહ્યો છે કે આપણે તેને પાળી રહ્યા છીએ? સવાલ કરનાર રાણા મોહમ્મદ અફઝલ પીએમ નવાઝની પાર્ટીના PML-Nના સાંસદ છે.પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા પ્રમાણેઇસ્લામાબાદ ખાતે ગુરુવારે નેશનલ એસેમ્બલી ફોરેન અફેર્સ કમિટીની મીટિંગ કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાન દુનિયા એકલું પડી રહ્યું હોવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાણાએ હાફિઝ સઈદ જેવા આતંકીઓ સામે પગલાં લેવાની માગણી કરીહતી.