Not Set/ શિવજીને ચઢે છે સિગરેટનો ભોગ,ભક્તોનો અનોખો ચઢાવો

ભોળાશંભુ ભક્તોએ દિલથી આપેલી તમામ ભેટ હોંશે હોંશે સ્વીકારી લે છે.પરંતુ હિમાલચ પ્રદેશના અર્કી  સોલન જિલ્લાંમા આવેલા લુટરુ મહાદેવના મંદિરમાં ભગવાન શિવને ભક્તો દ્વારા અનોખો સિગરેટનો ભોગ ચઢાવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી રહી છે. ઇ.સ. 1621માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંના શિવ ભક્તોની માન્યતા અનુસાર ભગવાન શિવને સિગરેટ અર્પણ કરનાર ભક્તથી […]

Uncategorized
1503302560 know why this shiva temple of himachal is special luturu mahadev 2 શિવજીને ચઢે છે સિગરેટનો ભોગ,ભક્તોનો અનોખો ચઢાવો

ભોળાશંભુ ભક્તોએ દિલથી આપેલી તમામ ભેટ હોંશે હોંશે સ્વીકારી લે છે.પરંતુ હિમાલચ પ્રદેશના અર્કી  સોલન જિલ્લાંમા આવેલા લુટરુ મહાદેવના મંદિરમાં ભગવાન શિવને ભક્તો દ્વારા અનોખો સિગરેટનો ભોગ ચઢાવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી રહી છે. ઇ.સ. 1621માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંના શિવ ભક્તોની માન્યતા અનુસાર ભગવાન શિવને સિગરેટ અર્પણ કરનાર ભક્તથી ભોલેનાથ નારાજ નથી કરતા પરંતુ તેમના દ્વારા અર્પણ કરેલ ભોગ સ્વીકારે છે

આ મંદિરમાં સદીઓથી સિગરેટનો ચઢાવો ચઢાવવામાં આવે છે.જે દ્વારા ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શિવલિંગ પર સિગરેટ અર્પણ કર્યા બાદ તેને  સળગાવાતી નથી પરંતુ તે જાતે જ સળગવા લાગે છે અને તેમાંથી ધુમાડો પણ  નીકળે છે.ઇ.સ. 1621માં નિર્માણ પામેલા આ મંદિરના ઈતિહાસ અનુસાર તે સમયના રાજાના સપનામાં ભગવાન શિવે દર્શન આપ્યા હતા અને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. પહાડો પર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા લુટરૂ મહાદેવ મંદિરનો નજારો અદ્દભૂત છે,જેના દર્શન માટે પ્રતિદન હજારોની સંખ્યામાં ભક્તોની ઉમટે છે.