Not Set/ શીના બોરા મર્ડર કેસ : ઈન્દ્રાણીના ડ્રાયવરે કર્યો ઘટસ્ફોટ, જણાવી સગળી હકીકત

શીના બોરા મર્ડર કેસમાં એક નવો ખુલાસો થવા પામ્યો છે. ઈન્દ્રાણીએ શીનાની હત્યા કર્યાં પહેલાં જ તેના મૃતદેહને ઠેકાણે લગાવવા માટે કેટલાય દિવસ સુધી યોગ્ય જગ્યાની તપાસ શરૂ કરી દીધી હતી. ઈન્દ્રાણીના પૂર્વ કારચાલક શ્યામવર રાયે કોર્ટમાં આ વિશે જાણકારી આપી છે. રાયને ગત વર્ષના જૂન માસમાં સરકારી સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ હત્યાના […]

Uncategorized
shina શીના બોરા મર્ડર કેસ : ઈન્દ્રાણીના ડ્રાયવરે કર્યો ઘટસ્ફોટ, જણાવી સગળી હકીકત

શીના બોરા મર્ડર કેસમાં એક નવો ખુલાસો થવા પામ્યો છે. ઈન્દ્રાણીએ શીનાની હત્યા કર્યાં પહેલાં જ તેના મૃતદેહને ઠેકાણે લગાવવા માટે કેટલાય દિવસ સુધી યોગ્ય જગ્યાની તપાસ શરૂ કરી દીધી હતી. ઈન્દ્રાણીના પૂર્વ કારચાલક શ્યામવર રાયે કોર્ટમાં આ વિશે જાણકારી આપી છે. રાયને ગત વર્ષના જૂન માસમાં સરકારી સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ હત્યાના મામલે કેટલાંક ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ઈન્દ્રાણી શીનાના ભાઈ મિખાઈલને પણ મોતને ઘાટ ઉતારવા માગતી હતી. 2012માં ઈંદ્રાણી વિદેશમાં હતી ત્યારે તેણે સ્કાઈપના માધ્યમથી શ્યામવરને જણાવ્યું હતું કે હું શીના અને મિખાઈલ બનેની હત્યા કરવા માગું છું.

શીના અને મિખાઈલ ઈંદ્રાણીના પહેલાં સંબંધથી જન્મેલાં બાળકો હતાં. રાયે દાવો કર્યો કે ઈંદ્રાણીએ મને કહ્યું હતું કે હું તારા બાળકોની સંભાળ તેમનું ભણતર અને સુરક્ષાસંબંધી તમામ જવાબદારીઓ સંભાળી લઈશ અને જો તું મને મદદ કરીશ તો હું તને સ્થાયી નોકરી પણ અપાવી દઈશ. રાયે જણાવ્યુ કે ઈંદ્રાણીએ મને 2012ની સાલમાં શીના અને તેના ભાઈની હત્યા બાદ બંનેની લાશોને ઠેકાણે પાડવા માટે લોનાવાલા તેમ જ મુંબઈ પાસે જગ્યા શોધવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ બીજા જ દિવસે તે ઈન્દ્રાણીને લઈને એરપોર્ટ ગયો અને પરત ફરતી વખતે ઈન્દ્રાણીએ મને કહ્યું કે હું બે દિવસમાં જ શીના અને મિખાઈલની હત્યા કરીશ.

બંનેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યા બાદ ઈન્દ્રાણીએ તેમની લાશને ઠેકાણે પાડવા માટે જગ્યાની તપાસ કરવા માટે રાય સાથે ગઈ હતી. લોનાવાલા પાસે ઈંદ્રાણીએ એક જગ્યા પર રોકાઈને રાયને કહ્યું કે આ જગ્યા મિખાઈલ માટે યોગ્ય રહેશે. ત્યારબાદ ખોપોલીમાં એક અન્ય જગ્યા જોઈને ઈંદ્રાણીએ કહ્યું કે આ જગ્યા શીના માટે યોગ્ય રહેશે. ત્યારબાદ ઈન્દ્રાણીએ પોતાના પતિ પીટર મુખર્જી સાથે અંગ્રેજીમાં ફોન પર વાત કરી અને કહ્યું કે આ યોગ્ય જગ્યા છે. શ્યામવરે કોર્ટમાં જણાવ્યું કે શીનાને 24 એપ્રિલ 2012ના રોજ ત્રણ લોકો દ્વારા ઉઠાવવામાં આવી હતી અને કોકટેલમાં નશીલી દવા ભેળવીને તેને પીવડાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ શીના બેભાન હાલતમાં ગાડીની પાછળની સીટ પર આંખ બંધ કરીને સૂઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બાદ ઈંદ્રાણી શીનાના મોં પર બેસી ગઈ અને તેને કહેવા લાગી કે લે તારો ત્રણ બેડરૂમવાળો ફ્લેટ. અને ત્યારબાદ ઈંદ્રાણીના પૂર્વ પતિએ શીનાના વાળ પકડ્યાં અને ઈંદ્રાણીએ તેની હત્યા કરી નાંખી.