Not Set/ શું તમે પણ છેતરાયા છો ઓનલાઈન શોપિંગમાં ? તો અપનાવો “આ” ટ્રીક

આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે. હાલમાં મોટાભાગના લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. ઓનલાઈન શોપિંગ કંપનીઓ દ્વારા પણ તહેવારો અને સિઝનમાં કેટલીક ખાસ લૂભાવાણી ઓફર આપવામાં આવતી હોય છે. પરંતુ ઓનલાઈન શોપિંગનો અનુભવ અમુક લોકો માટે સારો રહે છે, અમુક માટે કડવો. એક યુવક માટે આ અનુભવ સારો નથી રહ્યો. દિલ્હીના ચિરાગ ધવનની ફેસબુક […]

Tech & Auto Business
images 2 3 શું તમે પણ છેતરાયા છો ઓનલાઈન શોપિંગમાં ? તો અપનાવો "આ" ટ્રીક

આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ખુબ વધી રહ્યો છે. હાલમાં મોટાભાગના લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. ઓનલાઈન શોપિંગ કંપનીઓ દ્વારા પણ તહેવારો અને સિઝનમાં કેટલીક ખાસ લૂભાવાણી ઓફર આપવામાં આવતી હોય છે. પરંતુ ઓનલાઈન શોપિંગનો અનુભવ અમુક લોકો માટે સારો રહે છે, અમુક માટે કડવો.

download 1 શું તમે પણ છેતરાયા છો ઓનલાઈન શોપિંગમાં ? તો અપનાવો "આ" ટ્રીક

એક યુવક માટે આ અનુભવ સારો નથી રહ્યો. દિલ્હીના ચિરાગ ધવનની ફેસબુક પોસ્ટ પ્રમાણે તેણે એમેઝોનથી ૭ સપ્ટેમ્બરના દિવસે મોબાઇલ ઓર્ડર કર્યો હતો. ૧૧ સપ્ટેમ્બરના રોજ તેને પેકેજ મળી ગયું હતું. પરંતુ ચિરાગે જ્યારે બોક્સ ખોલ્યું તો એના હોંશ ઉડી ગયા. એમાં મોબાઇલની જગ્યાએ સાબુની ગોટી હતી. ચિરાગે તરત એની તસવીર લીધી અને એમેઝોનને ટેગ કરીને પોસ્ટ કરી દીધી. તેણે કંપનીની કસ્ટમર કેર સર્વિસ પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આમ છતાં ચિરાગને સંતોષકારક જવાબ નહોતા મળ્યો. જ્યારે તેણે પોતાનો કમ્પ્લેઇન નંબર જાણવાનો પ્રયાસ કર્યો તો એને આ વાતની પણ સ્પષ્ટ ના પાડી દેવામાં આવી.

download 6 3 શું તમે પણ છેતરાયા છો ઓનલાઈન શોપિંગમાં ? તો અપનાવો "આ" ટ્રીક

ત્યારબાદ ચિરાગે ફેસબુક પર પોસ્ટ કર્યા બાદ આ પોસ્ટને લોકોએ જબરદસ્ત પ્રતિભાવ આપ્યો હતો. આ પોસ્ટ પર 8 હજારથી વધારે કમેન્ટ્સ કરવામાં આવી હતી તેમજ એને ત્રણ હજારથી વધારેવાર શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ વાઇરલ થતા જ કંપની મારફત એક્શન લેવામાં આવ્યું અને ચિરાગને નવો ફોન આપવાનું આશ્વાસન દેવામાં આવ્યું હતું.