Not Set/ શ્રીનગરમાં BSF કેમ્પ પર આત્મઘાતી હુમલો, 3 આતંકી ઠાર; ૫ કિલોગ્રામ વિસ્ફોટક જપ્ત

શ્રીનગરમાં એરપોર્ટની નજીક ગોગો હુમહુમા વિસ્તાર સ્થિત BSF કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. મંગળવારે સવારે આશરે ૪:૩૦ વાગે આતંકી હુમલો કરવામાં આવ્યો, આ હુમલો BSFની 182મી બટાલિયન પર થયો છે. સેનાએ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે, આ હુમલામાં ૩ જવાન પણ ઘાયલ થયા છે. જ્યારે BSFના એક અધિકારી શહીદ થયા છે. આતંકીઓ પાસેથી ૫ કિલોગ્રામ […]

Top Stories India
attack ani શ્રીનગરમાં BSF કેમ્પ પર આત્મઘાતી હુમલો, 3 આતંકી ઠાર; ૫ કિલોગ્રામ વિસ્ફોટક જપ્ત

શ્રીનગરમાં એરપોર્ટની નજીક ગોગો હુમહુમા વિસ્તાર સ્થિત BSF કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. મંગળવારે સવારે આશરે ૪:૩૦ વાગે આતંકી હુમલો કરવામાં આવ્યો, આ હુમલો BSFની 182મી બટાલિયન પર થયો છે. સેનાએ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે, આ હુમલામાં ૩ જવાન પણ ઘાયલ થયા છે. જ્યારે BSFના એક અધિકારી શહીદ થયા છે.

આતંકીઓ પાસેથી ૫ કિલોગ્રામ વિસ્ફોટક જપ્ત થયા છે. આ વિસ્ફોટક BSF  કેમ્પના ગેટ પાસેથી મળ્યા છે. જાણવામાં આવી રહ્યું છે કે, આત્મઘાતી હુમલાખોરોએ હમહમા નજીક બીએસએફ કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યા બાદ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદી ગતિવિધિઓની જાણ થતા જ જવાનોએ ફાયરીંગ કર્યું. BSF જવાનોએ મોર્ચો પૂર્ણ રીતે સંભાળી લીધો હતો.

સુત્રો અનુસાર, એડમિનીસ્ટ્રેશન બ્લોકમાં જવાનોના પરિવારનો કોઈ સદસ્ય છે. પહેલાથી આતંકવાદી હુમલો થવા સબંધિત ગુપ્ત જાણકારી હોવાના કારણે બીએસએફ તેજીથી પ્રતિક્રિયા આપવામાં સફળ રહ્યું છે. આતંકી જે બિલ્ડીંગમાં છે તેને ચારેય તરફથી સુરક્ષાબળોએ ઘેરી લીધો હતો. બિલ્ડીંગની ચારેય તરફ CRPF, ૫૩RR, BSF અને SOGના જવાન તૈનાત છે.

સુત્રો અનુસાર, પહેલાથી આતંકવાદી હુમલો થવા સબંધિત ગુપ્ત જાણકારી હોવાના કારણે બીએસએફ તેજીથી પ્રતિક્રિયા આપવામાં સફળ રહ્યું છે.

સુત્રોનું માનીએ તો આતંકીઓ કેમ્પ નજીકના એક રહેણાંક વિસ્તારમાં પગપાળા ચાલીને આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે સૌથી પહેલા એક નિવૃત આઈજીના ઘર પર હુમલો કર્યો, આતંકી કોઈ વાહન પર નહિ પરંતુ ચાલીને જ આવ્યા હતા.