Not Set/ સમગ્ર દેશ એક આત્મહત્યાની વાત કરી રહ્યો છે, જ્યારે ખેડૂત આત્મહત્યાનાં મુદ્દે ચર્ચા જ નથી : શરદ પવાર

  મોદી સરકારે પસાર કરેલા કૃષિ બિલનો વિરોધ સતત વધી રહ્યો છે. હવે એનસીપીનાં પ્રમુખ શરદ પવારે સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શરદ પવારે કહ્યું કે, ત્રણ મહિનાથી આત્મહત્યાનાં કેસની ચર્ચા થઈ રહી છે. ખેડૂત આત્મહત્યા સહિતનાં અન્ય ઘણા મુદ્દાઓને અવગણવામાં આવી રહ્યા છે. આ પહેલા શરદ પવાર સંસદનાં […]

Uncategorized
4d6c1a55aed6f7e0a2f17ebe419c718e 1 સમગ્ર દેશ એક આત્મહત્યાની વાત કરી રહ્યો છે, જ્યારે ખેડૂત આત્મહત્યાનાં મુદ્દે ચર્ચા જ નથી : શરદ પવાર
 

મોદી સરકારે પસાર કરેલા કૃષિ બિલનો વિરોધ સતત વધી રહ્યો છે. હવે એનસીપીનાં પ્રમુખ શરદ પવારે સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શરદ પવારે કહ્યું કે, ત્રણ મહિનાથી આત્મહત્યાનાં કેસની ચર્ચા થઈ રહી છે. ખેડૂત આત્મહત્યા સહિતનાં અન્ય ઘણા મુદ્દાઓને અવગણવામાં આવી રહ્યા છે. આ પહેલા શરદ પવાર સંસદનાં સસ્પેન્ડ કરેલા સભ્યોનાં સમર્થનમાં બહાર આવી ગયા છે.

એનસીપી ચીફ શરદ પવારે મંગળવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી એક આત્મહત્યાનાં કેસની વાત કરવામાં આવી રહી છે. અન્ય મુદ્દાઓને અવગણવું યોગ્ય નથી. ખેડૂતો પણ આત્મહત્યાને કારણે મરી રહ્યા છે, સરકારે પણ તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. કોઈપણ આત્મહત્યા દુઃખદ જ હોય છે. જ્યારે આટલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ કેમ કોઈ એક મામલે અટવાયેલો છે. 25 સપ્ટેમ્બરે દેશવ્યાપી આંદોલન છે, જેમા તેમનો પક્ષ ખેડૂતોનો અવાજ ઉઠાવશે.

આ અગાઉ શરદ પવારે ઓગસ્ટમાં કહ્યું હતું કે, આત્મહત્યા દ્વારા કોઈનું મોત તે દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તેની આટલી ચર્ચા શા માટે થઈ રહી છે? મને નથી લાગતું કે તે આટલો મોટો મુદ્દો છે. એક ખેડૂતે મને કહ્યું કે, 20 થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે, કોઈએ તેના વિશે વાત પણ કરી નથી. શરદ પવારની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે આ કેસ શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકાર અને વિપક્ષી ભાજપ એકબીજા પર ઉગ્ર આક્ષેપો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.