ગુજરાત/ સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર NOC નહીં, ત્રણ-ત્રણ નોટિસ છતા સતાધીશો બેફિકર

TRB ગેમ દુર્ઘટનાને પગલે NOCનો મુદ્દો ફરી ઉઠ્યો છે. રાજ્યમાં અનેક ગેમઝોન તેમજ મહત્વના સ્થાનો પર NOCને લઈને ચકાસણીનું નાટક શરૂ કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 05 28T152002.405 સયાજી હોસ્પિટલ પાસે જ ફાયર NOC નહીં, ત્રણ-ત્રણ નોટિસ છતા સતાધીશો બેફિકર

વડોદરા : TRB ગેમ દુર્ઘટનાને પગલે NOCનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ગઈકાલે સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને ચેકિંગ હાથ ધરાયું. રાજ્યમાં અનેક ગેમઝોન તેમજ મહત્વના સ્થાનો પર NOCને લઈને ચકાસણીનું નાટક શરૂ કરવામાં આવ્યું છે.જેમાં સામે આવ્યું કે સયાજી હોસ્પિટલને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે છતાં હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી. સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈઈનાની પ્રસુતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાઇયરી ડેટના મળી આવ્યા.

નોટિસ આપવા છતાં સત્તાધીશોનું બેદરકારીભર્યું વલણ જોવા મળ્યું. ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. મહત્વના સ્થાનો પર NOCની ચકાસણી હાથ ધરાઈ છે. દરમ્યાન દર્દીઓ માટે મહત્વના એવા સાર્વજનિક સ્થળ સયાજી હોસ્ટિપલમાં ફાયર સેફ્ટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર બોલ અને ફાયર એસ્ટિન્ગ્યુશર બોટલ એક્સપાઇયરી ડેટના મળી આવ્યા. પાણીના પ્રેશરનો ડીઝલ પંપ બંધ હાલતમાં મળી આવ્યો. ફાયર વિભાગે સયાજી હોસ્પિટલને વધુ એક વખત નોટિસ આપી.

સયાજી હોસ્પિટલમાં હજ્જારો દર્દીઓ મુલાકાત લેતા હોય છે. દરમ્યાન હોસ્પિટલમાં ગેમઝોન જેવી મોટી દુર્ઘટના ટાળવા પૂરતા સાધનો નથી અને NOC પણ નથી.સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર, RMO દેવશી હેલૈયા અને ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં પણ ફાયર સેફ્ટી નથી. તેમજ હોસ્પિટલમાં કેટલીક જગ્યાઓ પર જ્યાં સેફ્ટીના સાધનો છે તે એક્સપાયર થયા હોવાનું સામે આવ્યું છે. અગાઉ ફાયર વિભાગ દ્વારા સેફ્ટી મામલે સયાજી હોસ્પિટલને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ હોસ્પિટલ સત્તાધીશો નોટિસને ઘોળીને પી ગયા. હાલમાં જ સામે આવ્યું હતું કે હોસ્પિટલમાં પંખા જેવી સામાન્ય સુવિધાનો અભાવ હોવાથી દર્દીઓ ગરમીમાં રાહત મેળવવા ઘરેથી પંખા અને કુલર લઈને આવ્યા હતા. ત્યારે હવે ગેમઝોન કાંડ બાદ NOCની ચકાસણી હાથ ધરતા હોસ્પિટલમાં મહત્વના સાધનોને લઈને ગંભીરતા જોવા ના મળી.

સયાજી હોસ્પિટલમાં પીડિયા ટ્રીક વિભાગ, ન્યુરો સર્જરી વિભાગ, આઈસીયુ અને કોવીડ આઈસીયુમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટના બાદ પણ સત્તાધીશો બહેરા અને આંધળા રહ્યા. સત્તાધીશોએ હજુ સુધી NOCમેળવ્યું નથી. એવું લાગે છે કે સત્તાધીશો રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાની રાહ જોઈ રહ્યા છે. વારંવાર નોટિસ છતાં હોસ્પિટલ NOC મામલે વધુ બેદરકાર હોવાનું સામે આવતા સત્તાધીશોના વલણ પર સવાલ ઉભા થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હત્યાના કેસમાં ડેરા ચીફ રામ રહીમ નિર્દોષ જાહેર કરાયા

આ પણ વાંચો: બેબી કેર બાદ દિલ્હીની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, મચી ભાગદોડ

આ પણ વાંચો: અરજી લઈને પહોંચેલા કેજરીવાલને SCએ આપ્યો મોટો ઝટકો, જાણો ન્યાયાધીશે શું કહ્યું?