Not Set/ સરકાર યાદ રાખે ભૂખને આઈસોલેશન કરી શકાતી નથી : અખિલેશ યાદવ

દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચેપનો ફેલાવો અટકાવવા તમામ સંભવિત પગલા લેવામાં આવી રહ્યા છે. દરમિયાન સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું કે, કોરોનાનું રાજકીયકરણ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, આને કારણે સરકારને પૂછવામાં આવતા યોગ્ય પ્રશ્નો પાછળ રહી ગયા […]

India

દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચેપનો ફેલાવો અટકાવવા તમામ સંભવિત પગલા લેવામાં આવી રહ્યા છે. દરમિયાન સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું કે, કોરોનાનું રાજકીયકરણ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, આને કારણે સરકારને પૂછવામાં આવતા યોગ્ય પ્રશ્નો પાછળ રહી ગયા છે. બીજી તરફ કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને યુપીમાં કોરોના ટેસ્ટ અને સારવારની સુવિધા વધારવા માટે પત્ર લખ્યો છે. પ્રિયંકાએ પત્રમાં કહ્યું છે કે, કોંગ્રેસ આ સંકટમાં મદદ કરવા માટે હંમેશા તત્પર છે. લોકોનો વિશ્વાસ જીતવાથી જ આ રોગચાળા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. ભય ફેલાવીને કે અલગ કરીને નહીં.

અખિલેશ યાદવે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોનાનું ‘રાજકીયકરણ’ દુર્ભાગ્યપૂર્ણ છે. આનાથી મુખ્ય મુદ્દાઓ તરફથી ધ્યાન હટાવવામાં આવે છે અને યોગ્ય પ્રશ્નો જેવા કે ક્વોરેન્ટાઇન, સ્ક્રીનીંગ, ચેપની તપાસ, સારવાર અને દૂધ-દવાની સપ્લાય, શાકભાજી-અનાજ જેવા સવાલો પાછળ રહી જાય છે. સરકારે યાદ રાખવું જ જોઇએ કે ભૂખને આઇસોલેશન કરી શકાતી નથી. કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીમાં કોરોના ટેસ્ટ અને સારવારની સુવિધા વધારવા માટે યુપીનાં સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે.

પ્રિયંકા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, ઉત્તર પ્રદેશની વસ્તી આશરે 23 કરોડ છે, જ્યારે ટેસ્ટ માટે લેવામાં આવેલા નમૂનાઓની સંખ્યા માત્ર 7000 ની આસપાસ છે. અમારી વસ્તી અનુસાર રાજ્યમાં તપાસની સંખ્યા ખૂબ ઓછી છે. ટેસ્ટને ઝડપી બનાવવું જરૂરી છે. ઉત્તર પ્રદેશ જેવા વિશાળ વસ્તીવાળા રાજ્ય માટે, ટેસ્ટની સંખ્યામાં વધારો એ રામબાણ સાબિત થઈ શકે છે. પ્રિયંકાએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને સૂચન કર્યું છે કે, આપણે વધુ લોકોની તપાસ કરવી પડશે અને તેમની સાથે યુદ્ધ-સ્તરે તૈયારી કરવી પડશે જેથી આપણી હોસ્પિટલોનાં આઈસીયુઓ ઓછામાં ઓછા દબાણમાં આવે. લોકોને શહેરી ક્લસ્ટર્સમાં જઇને જાગૃત કરવા જોઈએ. સામાજિક સ્તરે ચેપનાં સમાચાર આવવા લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.