Not Set/ સાબરકાંઠામાં કોરોનાના નોંધાયા વધુ 8 પોઝિટિવ કેસ,તંત્ર થયું દોડતું

રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. લોકડાઉન 4 આવ્યા બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે  સાબરકાંઠા જિલ્લામાં પણ આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં આજે  નવા 8 કેસ સામે આવ્યાછે.જેમાં  ઇડરમાં જલારામ મંદિર પાસે ૩૫ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. […]

Gujarat Others
fbebe07e91a9c363126003fb7fd6f45f સાબરકાંઠામાં કોરોનાના નોંધાયા વધુ 8 પોઝિટિવ કેસ,તંત્ર થયું દોડતું

રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા. લોકડાઉન 4 આવ્યા બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે  સાબરકાંઠા જિલ્લામાં પણ આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં આજે  નવા 8 કેસ સામે આવ્યાછે.જેમાં  ઇડરમાં જલારામ મંદિર પાસે ૩૫ વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. ખેડબ્રહ્માના વરતોલ ગામના 27 વર્ષીય મહિલા અને 4 વર્ષીય બાળક, ખેડબ્રહ્માના નવાનાના ગામના 23 વર્ષીય પુરુષ, વિજયનગરના ચિઠોડામાં 50 વર્ષીય અને 25 વર્ષીય પુરુષ, વિજયનગરના લીમડા ગામે 42 વર્ષીય પુરુષને અને હિંમતનગરની GMERS કોલેજમાં નર્સના પતિને કોરોનો ચેપ લાગ્યો છે.

મહત્વનું છે કે સાબરકાંઠામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે. જયારે  3 લોકોના કોરોનાને લીધે મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.