Not Set/ સિંગાપોરમાં ગુજરાતી વિદ્યાર્થીઓ સંકટમાં, મંતવ્ય ન્યુઝનો સંપર્ક કરી સરકારને મદદ માટે લગાવી પોકાર

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે સિંગારપોરમાં ગુજરાત રાજ્યના 28 વિદ્યાર્થીઓ ભયંકર મુશ્કેલીમાં ફસાયા છે.  ના તો તેમના પાસે રહેવા માટે ઓટલો છે અને ના તો ખાવા માટે રોટલો. ગુજરાત રાજ્યના આ 28 વિદ્યાર્થીઓ ભારત સરકાર ને મદદની પોકાર કરી રહ્યા છે. કોરાના વાયરસના વધી રહેલા કહેરના પગલે એક તરફ સિંગાપોરમાં લોકડાઉન જુન માસ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.  ત્યાં બીજી તરફ પોતાની ઉજવળ કારકિર્દીના સપના લઇને વિદેશ […]

World
94cb6e97b4e5471c3df3e0b90f2feff8 સિંગાપોરમાં ગુજરાતી વિદ્યાર્થીઓ સંકટમાં, મંતવ્ય ન્યુઝનો સંપર્ક કરી સરકારને મદદ માટે લગાવી પોકાર

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે સિંગારપોરમાં ગુજરાત રાજ્યના 28 વિદ્યાર્થીઓ ભયંકર મુશ્કેલીમાં ફસાયા છે.  ના તો તેમના પાસે રહેવા માટે ઓટલો છે અને ના તો ખાવા માટે રોટલો. ગુજરાત રાજ્યના 28 વિદ્યાર્થીઓ ભારત સરકાર ને મદદની પોકાર કરી રહ્યા છે.

કોરાના વાયરસના વધી રહેલા કહેરના પગલે એક તરફ સિંગાપોરમાં લોકડાઉન જુન માસ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.  ત્યાં બીજી તરફ પોતાની ઉજવળ કારકિર્દીના સપના લઇને વિદેશ ગયેલા 28 વિદ્યાર્થીઓ ને કોરોનાનો કોળ ભરખી જાય તેવી ભીતી સર્જાઇ છે.  ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ મંતવ્ય ન્યુઝનો સંપર્ક કરી સરકાર ને મદદ માટે પોકાર લગાવી છે.

સિંગાપોરમાં લોકડાઉન લંબાતા પરેશાની વધી, મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટિ્વટ કરી મદદ માંગી, એક ટંક ખાવા માટે પણ જઝૂમી રહ્યા છે વિદ્યાર્થીઓ, સ્થાનિક એમ્બસી દ્વારા પણ કોઇ મદદ મળી નથી

પરેશાન વિદ્યાર્થીઓ એ સિંગાપોરમાં મદદ માટે ઇન્ડીયન એમ્બેસીને સંપર્ક કર્યો હતો.  ત્યારે વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે ભારત પર મોકલવા શક્ય ન હોવાથી હાલ જમવાની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. પરંતુ આજદીન સુધી સહાયતા મળી નથી.  ત્યારે પરેશાન વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને દેશના વિદેશ મંત્રીને ટિવટ  કરી મદદની માંગ કરી છે. પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી કોઇ મદદ ન મળતા હવે વિદ્યાર્થીઓ હિંમત હારી ગયા છે.

સિંગાપોરમાં વિદ્યાર્થીઓ પર આવેલા સંકટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એક તરફ સંગાપોરમાં લોકડાઉન જુન મહીના સુધી લંબાઇ ગયુ છે.  તો બીજી તરફ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ પાસે પોતાનું રોજીંદુ ગુજરાન ચલાવવા માટે પણ વ્યવસ્થા નથી. પરિસ્થીતી ત્યાં આવી ને ઉભી રહી ગઇ છે કે વિદ્યાર્થીઓ જે ઘરમાં રેહ છે તે ઘર માલીકે પણ ભાડુ ન મળતા 30 એપ્રીલ સુધી ધર ખાલી કરવાની નોટીસ આપી દીધી છે. અને ભારતમાં રહેતા વિદ્યાર્થીએના પરીવાર તરફથી પણ મદદ ન આવતી હોવાથી તમામ વિદ્યાર્થીઓ માનસીક અને આર્થીક મૂંઝવણમાં મુકાઇ ગયા છે.  અને આખરે મંતવ્ય ન્યુઝનો સંપર્ક કરી તેના ના માધ્યમથી સરકાર મદદ કરે તેવી અપીલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.