Not Set/ સુમનદીપ યુનિવર્સિટીમાં એસીબીની રેડ, મેડિકલ ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ હોવાન શક્યતા

વડોદરાઃ જિલ્લાના વાઘોડીયા તાલુકાનાના પીપળીયા ગામે આવેલી સુમનદીપ વિદ્યાપીઠમાં મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એમસીઆઇમાં પાસ કરાવવા માટે યુનિવર્સિટીના સ્થાપક મનસુખભાઇ શાહ વતીની લાંચ લેતા 20 લાખ રૂપિયાની લાંચ લેતા યુનિ.નો કર્મચારી ભરત સાવંત અને એજન્ટ ડૉં. ધૃમિલ શાહ એસીબીના હાથે મોડી રાતે ઝડપાયા હતા. સુમનદીપ વિદ્યાપીઠમાં રેડ પાડવા માટે 2 PI, 4 ડીવાયએસપી સહિત 50 […]

Entertainment
1488265403 mansukh 1 સુમનદીપ યુનિવર્સિટીમાં એસીબીની રેડ, મેડિકલ ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ હોવાન શક્યતા

વડોદરાઃ જિલ્લાના વાઘોડીયા તાલુકાનાના પીપળીયા ગામે આવેલી સુમનદીપ વિદ્યાપીઠમાં મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એમસીઆઇમાં પાસ કરાવવા માટે યુનિવર્સિટીના સ્થાપક મનસુખભાઇ શાહ વતીની લાંચ લેતા 20 લાખ રૂપિયાની લાંચ લેતા યુનિ.નો કર્મચારી ભરત સાવંત અને એજન્ટ ડૉં. ધૃમિલ શાહ એસીબીના હાથે મોડી રાતે ઝડપાયા હતા. સુમનદીપ વિદ્યાપીઠમાં રેડ પાડવા માટે 2 PI, 4 ડીવાયએસપી સહિત 50 જેટલા પોલીસનો કાફલો જોડાયો હતો.

સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકે આ સમગ્ર કૌભાંડને અંજામ આપવા માટે વાઘોડીયા રોડ પર એક મકાન ખરીદ્યું હતું. જેમા વિદ્યાર્થી અને વાલીઓને મોબાઇલ ફોન સાથે એન્ટ્રી આપવામાં આવતી નહોતી.

સમગ્ર ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ સુમનદીપ વિદ્યાપીઠના ચેરમેન ડૉ. મનસુખ શાહે વિદ્યાર્થીને પાસ કરવા માટે 20 લાખની લાંચની માંગ કરી હતી. આ રમક ડૉં મનસુખના અંગત માનાતા ધૃમિલ શાહે સ્વીકારી હતી. આ રમક મનસુખ MCI ના ચેરમેન કેતન દેસાઇને આપવાનો હતો. વિદ્યાર્થીની ફરિયાદ હતી કે, પરીક્ષામાં પાસ હોવા છતા તેના નાપાસ કરવામાં આવ્યો હતો.

એસીબીની ટીમે રેડ પાડીને સુમનદીપ વિદ્યાપીઠના એકાઉન્ટ વિભાગના 100 કરતા વધુના સ્ટાફને નજર કેદ કરી તપાસ હાથ ધરી હતી. આ સિવાય એસીબીએ ધૃમિલ શાહ, એકાઉન્ટન્ટ સામંત અને ડો. મનસુખના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમ ધૃમિલ શાહના ધરેથી દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુમનદીપ વિદ્યાપીઠના એકાઉન્ટ વિભાગના સર્ચ દરમિયાન 42 કરોડની ફિક્સ ડિપોઝીટ પણ મળી આવી હતી. આ મામલમાં વધુ તપાસમાં કરીને કેટલા વિદ્યાર્થીઓ પાસેથી રમક એઠવામાં આવી છે તેની તપાસમાં એસીપી જોતરાયુંછે.