Not Set/ સુરતની 165થી વધુ ટેક્સટાઇલ માર્કેટો 5 ડેઇઝ અ વીક મુજબ કાર્યરત રહેશે, બેઠકમાં લેવાયા નિર્ણયો…

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાનાં કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને એક પછી એક ફટકા સહન કરવાનો વારો આવી રહ્યો છે.  આ મામલે મનપા કમિશનર, મેયર અને વિવર્સ એસો. અને ટેકસટાઇલ વેપારી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો સાથે યોજવામાં આવેલી મિટિંગમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સંક્રમણ ઓછું કરવા અને આ મામલે સાવચેતી વર્તવા સૂચના આપાઈ છે. કામદારોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ […]

Gujarat Surat
6b3847205f9c6c775ddcc49df76f1a88 સુરતની 165થી વધુ ટેક્સટાઇલ માર્કેટો 5 ડેઇઝ અ વીક મુજબ કાર્યરત રહેશે, બેઠકમાં લેવાયા નિર્ણયો...

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાનાં કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને એક પછી એક ફટકા સહન કરવાનો વારો આવી રહ્યો છે.  આ મામલે મનપા કમિશનર, મેયર અને વિવર્સ એસો. અને ટેકસટાઇલ વેપારી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો સાથે યોજવામાં આવેલી મિટિંગમાં વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સંક્રમણ ઓછું કરવા અને આ મામલે સાવચેતી વર્તવા સૂચના આપાઈ છે. કામદારોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે. 

વિવિંગ એસો બાદ ટેકસટાઇલ વેપારી સાથે પણ મિટિંગ યોજવામાં આવી હતી. સુરતમાં કોરોના સંક્રમણને અટકાવવા શનિ-રવિ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. બેઠક બાદ મનપા અને ટેક્ષટાઇલ ઉદ્યોગ દ્વારા નિર્ણય લેવાયો છે. સપ્તાહમાં પાંચ દિવસ ટેક્ષટાઇલ માર્કેટ ચાલુ રહેશે. જી હા, સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બેઠકમાં જે કારીગરો વતન ગયા હોય તેને પરત ન લાવવા તાકીદ પણ કરવામાં આવી છે. સુરતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગની મહત્વની બેઠકનાં નિર્ણય પ્રમાણે સુરતની 165 માર્કેટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલુ રહેશે. તમામ માર્કેટને નિયમિત રીતે સેનેટાઇઝ કરાશે. મનપા કમિશ્નર બંછાનિધિ પાની, મેયર જગદીશ પટેલ અને ફોસ્ટાનાં આગેવાનો અને પ્રમુખ મનોજ અગ્રવાલે  આ બેઠકમાં હાજરી આપી હતી. દ.ગુજરાત એસો.પ્રમુખ સાવર પ્રસાદ બુધિયાએ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews