Not Set/ સુરત/ કોરોના વોરિયર્સ મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસ

સુરતમાં કોરોના વોરિયર્સ મહિલાએ આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. મહિલા સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલી સમ્રાટ સ્કૂલની સામે અંબિકાનગર સોસાયટીમાં રહેતી 30 વર્ષીય કવિતાબેન હિરેનભાઇ મિસ્ત્રી સ્મીમેર […]

Gujarat Surat
0c4ccf67f77d70bc1b46959b9f5f6991 સુરત/ કોરોના વોરિયર્સ મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસ

સુરતમાં કોરોના વોરિયર્સ મહિલાએ આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. મહિલા સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલી સમ્રાટ સ્કૂલની સામે અંબિકાનગર સોસાયટીમાં રહેતી 30 વર્ષીય કવિતાબેન હિરેનભાઇ મિસ્ત્રી સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. બે દિવસ પહેલા કવિતાનાં નંદોઇએ  મહારાષ્ટ્રના પુનામાં આત્મહત્યા કરી હતી. જેના કારણે રવિવારે કવિતાનો પતિ અને સાસુ પુના ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગતરોજ સાંજે કવિતાએ સાંજે સાડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પોલીસે કહ્યું કે, જેના કારણે કવિતાએ આત્મહત્યા કરી હતી, એ વિશે હજી સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કવિતાના લગ્ન 8 વર્ષ પહેલા થયાં હતાં. પરંતુ હજી સુધી તેને કોઈ સંતાન નથી. પૂછપરછમાં બહાર આવ્યું છે કે કવિતા આનાથી ખૂબ જ દુખી હતી. આ અંગે તેણે પોતાના સ્ટાફના સભ્યો સાથે પણ વાત કરી હતી. પોલીસે જણાવ્યું કે હાલ ડેડબોડીનો પીએમ માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવી છે. તેના પરિવારના સભ્યોને પણ આ વિશે માહિતી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.