Not Set/ પંચમહાલના અનેક ગામોમાં કનેડા નામની જીવાતના ઉપદ્રવથી લોકો પરેશાન

આખા ઘરની આજુબાજુની દીવાલો ઉપર તેમજ ઘરમાં પણ આ જીવાત ચારેકોર નજરે પડે છે.જેને કારણે ગામના  લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા

Gujarat
IMG 20210731 WA0015 પંચમહાલના અનેક ગામોમાં કનેડા નામની જીવાતના ઉપદ્રવથી લોકો પરેશાન

@ મોહસીન દાલ ,મંતવ્ય ન્યુઝ , પંચમહાલ.

 

જુઓ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ ગામના લોકો ખાટલા ઉપર બેસીને જમવા માટે બન્યા મજબુર ?

 

પંચમહાલ : શહેરા તાલુકાના અનેક ગામોમાં કનેડા નામના જીવાતના ઉપદ્રવથી લોકો થયા હેરાન પરેશાન

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં કનેડા નામની જીવાત ગ્રામીણ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળતી હોવાથી લોકોમાં ભયનો માહૌલ જોવા મળી રહ્યો છે કેમકે આ જીવાત નાના બાળકોના કાનમાં પ્રવેશી જાય તો નુકસાનકારક સાબિત થાય છે તેમજ આ જીવાત કે જે પંચમહાલ જિલ્લામાં કનેડા નામથી ઓળખાય છે તેને દરેક જિલ્લામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવતી હશે.

આ જીવાત લાંબા વિરામ બાદ પડી રહેલા વરસાદ ને કારણે જમીનમાંથી બહાર નીકળે છે. અને આ જીવાતને કારણે લોકોથી ઘરમાં રહેવાય ના એવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે તેમજ આ જીવાતને કારણે જમવાનું બનાવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થાય છે. કેમ કે જયારે જમવાનું બનાવતા હોય તો આ જીવાત તેમાં પણ ઘુસી જતી હોય છે. અને જમવા માટે પણ ખાટલા ઉપર બેસીને જમવું પડતું હોય છે આખા ઘરની આજુબાજુની દીવાલો ઉપર તેમજ ઘરમાં પણ આ જીવાત ચારેકોર નજરે પડે છે.જેને કારણે ગામના  લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.

શહેરા તાલુકાના સંભાલી ગામમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.આ ગામમાં આવેલ બારીયા ફળિયામાં જીવાતનું કીડિયારું ઉભરાતું હોય તેવું જોવા મળ્યું હતું આ ગામમાં બારીયા ફળિયુ ૩૦ થી ૩૫ ઘરની વસ્તી ધરાવતું ફળિયું છે જેમાં ૨૫૦ થી ૩૦૦ જેટલા માણસો રહે છે જેને લઈ આ જીવાતના ઉપદ્રવથી લોકોમાં ભયનો માહૌલ જોવા મળ્યો છે.આ જીવાત બાળકોના કા માં ભરાય તો બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે જેને લઈ આ બારીયા ફળિયાનો લોકોની માંગ છે કે આ જીવાતને લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.