Not Set/ જ્યાં નજર કરો ત્યાં દેખાય છે પુલના સળીયા, મોટી દુર્ઘટનાની સંભાવના

મહુવામાં નેશનલ હાઈવે પર માલણ નદી પરનો  બ્રિજ  ખુબજ જર્જરીત  સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જો આ બ્રિજનું તાત્કાલીક સમારકામ હાથ નહીં ધરાય તો ગમે ઘડીએ મોટી દુર્ઘટના ઘટી શકે છે.

Gujarat Others Trending
reti 1 જ્યાં નજર કરો ત્યાં દેખાય છે પુલના સળીયા, મોટી દુર્ઘટનાની સંભાવના

મહુવામાં નેશનલ હાઈવે પર માલણ નદી પરનો  બ્રિજ  ખુબજ જર્જરીત  સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જો આ બ્રિજનું તાત્કાલીક સમારકામ હાથ નહીં ધરાય તો ગમે ઘડીએ મોટી દુર્ઘટના ઘટી શકે છે. તંત્ર આ પુલનું સમારકામ 10 માસમાં થઇ જશે તેમ જણાવી રહ્યું છે. પરંતુ દસ માસ સુધી આ પુલ ટકી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે.

malan 2 જ્યાં નજર કરો ત્યાં દેખાય છે પુલના સળીયા, મોટી દુર્ઘટનાની સંભાવના

  • મહુવામાં માલણ નદી પર આવ્યો છે પુલ
  • ગમે તે ઘડીએ ધરાશાયી થઇ શકે છે પુલ
  • મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ ?

મહુવામાં  માલણ નદી પર આવેલો નવપુલ અત્યંત જર્જરીત સ્થિતિમાં છે. આ બ્રિજના નીચેના ભાગે સળીયા દેખાઇ રહ્યા છે. બ્રિજનો એક ભાગ ગમે તે ઘડીએ ધરાશાયી થઇ શકે તેમ છે. દિવસ દરમ્યાન આ બ્રિજ પરથી અનેક ઓવરલોડેડ વાહનો પસાર થાય છે. જેને કારણે મોટી દુર્ઘટના ઘટવાનું જોખમ રહેલું છે.

malan જ્યાં નજર કરો ત્યાં દેખાય છે પુલના સળીયા, મોટી દુર્ઘટનાની સંભાવના

અમદાવાદ, મુંબઇ કે સુરત જતા વાહનો આ બ્રિજ પરથી જ પસાર થાય છે. તંત્રએ આ પુલનું સમારકામ 10 માસમાં પૂર્ણ કરાશે તેવું આશ્વાસન આપ્યું છે. પરંતુ સવાલ એ છે કે દસ માસ સુધી આ પુલ ટકી શકશે કે કેમ ?

આ બ્રિજને જો તાત્કાલિક વધુ નુકસાન થાય તો ડાયવર્ઝન ન હોવાથી મોટી સમસ્યા સર્જાઇ શકે છે. તંત્ર આ પુલના વિકલ્પ રૂપે ડાયવર્ઝન તૈયાર કરી. તાત્કાલીક ધોરણે આ પુલનું સમારકામ તૈયાર કરે તો મોટી દુર્ઘટનાની સંભાવનાને ટાળી શકાશે.

વાયરલ વીડિયો / આ વૃદ્ધ મહિલા ખાય છે રોજ અડધો કિલો રેતી, કારણ જાણીને થઈ જશો હેરાન

Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?

ગજબ છે ..! / સ્ત્રીએ ગાય સાથે કર્યા લગ્ન કહ્યું, -પતિએ પુનર્જન્મ લીધો છે

ફરી કુદરતના ખોળે / વિશિષ્ટ પક્ષી ચટકી માખીમાર, આવો જાણીએ આ સતરંગી પક્ષી વિષે વિગતે …