Not Set/ સુરત/ જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની વધારી મુસિબત, કૃષિ પાક નષ્ટ

  સુરત જિલ્લામાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને નુકશાન થયુ છે. જિલ્લામાં ડાંગર, શાકભાજી સહિતનાં કૃષિ પાક નષ્ટ થઇ ગયા છે. રાજ્યમાં સતત વરસાદનુ જોર વધુ રહ્યુ છે. ત્યારે જો સુરતની વાત કરીએ તો અહી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોનાં કૃષિ પાકને ભારે વરસાદનાં કારણે મોટુ નુકસાન થવા પામ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, 4600 […]

Gujarat Surat
2998c9c6924065d610ccd064badc8459 સુરત/ જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની વધારી મુસિબત, કૃષિ પાક નષ્ટ
 

સુરત જિલ્લામાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને નુકશાન થયુ છે. જિલ્લામાં ડાંગર, શાકભાજી સહિતનાં કૃષિ પાક નષ્ટ થઇ ગયા છે.

રાજ્યમાં સતત વરસાદનુ જોર વધુ રહ્યુ છે. ત્યારે જો સુરતની વાત કરીએ તો અહી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોનાં કૃષિ પાકને ભારે વરસાદનાં કારણે મોટુ નુકસાન થવા પામ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, 4600 હેક્ટર જમીનમાં કૃષિ પાક નાશ પામ્યો છે. જ્યારે ઓલપાડ તાલુકામાં 2000 હેક્ટર તો વળી ઉમરપાડા તાલુકામાં 900 હેક્ટર જમીનમાં પાક ધોવાયો છે. ભારે વરસાદ અને પવનને લીધે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ બની રહી છે. આ વચ્ચે ખેતી પાકમાં નુકશાનનું રિ-સર્વે કરવા ખેડૂતોએ માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.