ફરિયાદ/ મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો

મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો

Gujarat Vadodara
મોદી 12 મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો

પોતાની જાતને બાહુબલી અને દબંગ નેતા હોવાનો રોફ અવારનવાર મીડિયા કર્મીઓ ઉપર જતાવતાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ વખતે પત્રકારોએ પોતાની તાકાત બતાવવાનું નક્કી કર્યું છે. ગત રોજ જાહેરમાં કેમેરા સામે મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી આપવી હવે ભાજપના મધુ શ્રીવાસ્તવને હવે ભારે પડી શકે તેમ છે.

વડોદરાના પત્રકારોએ ભેગા મળી પોલીસ કમિશનરને મળ્યા છે. અને ધારાસભ્યની તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી છે. નોધનીય છે કે આ ઘટનાના સમગ્ર ગુજરાતના પત્રકાર જગતમાં ઘેર પત્યાઘાત પડ્યા છે. અને તમામ જીલ્લાના પત્રકારોએ આ મામલે જીલ્લા કલેકટરને આવેદન પણ આપવા નક્કી કર્યું છે.

Political / તામ્રધ્વજ સાહુ ગુજરાતની મુલાકાતે, ચૂંટણી સમયે ઉભા થયેલા ડેમેજને કંટ્રોલ કરી શકશે..?  

દરેક જિલ્લાસંઘનાં પત્રકાર સંઘમાં આ મામલે ઉગ્ર રોષ  જોવા મળી રહ્યો છે. તો સાથે ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રી પર પણ પગલા લેવા દબાણ  કરવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લા કલેકટર.વલસાડ જિલ્લા પોલીસ વડા ને આપ્યું આવેદન પત્ર

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયાકર્મીને ઉડાવી દેવાની ધમકી આપવાના વિરોધમાં તેમની સામે કડક કાર્યવાહી થાય તે માટે વલસાડના તમામ પત્રકારો સાથે મળીને આક્રોશ સાથે વલસાડ જિલ્લા કલેકટર આર આર રાવલ તેમજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપ સિંહ ઝાલા ને આવેદન પત્રઆપ્યું . મધુ શ્રીવાસ્તવ ની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી
વલસાડ ના વરિષ્ઠ પત્રકાર  ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લા ના પત્રકારો માં રોષ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દબંગ તરીકેની ઓળખ ધરાવતા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેરમાં ગાળો બોલવી કે પછી પત્રકારોને ધમકી આપવી તેમના માટે સામાન્ય થઇ  ચુક્યું છે. અગાઉ પણ તેમના તેમના આવા વ્યવહાર ને કારણે તેઓ મીડિયામાં ચમકી ચુક્યા છે. ગત રોજ ફરી તેમણે ગંદા વાકબાણ છોડ્યા છે. અને સંનિષ્ઠતા થી પોતાની ફરજ અદા કરી રહેલા પત્રકારોને ધમકી આપી હતી.  મંતવ્ય ન્યુઝના  વડોદરા ખાતેના પત્રકાર અમિત ઠાકોરને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઓન કેમેરા ‘કોઇને કહીને ઠોકાવી દઇશ’ એવી સ્પષ્ટ ભાષામાં ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા ખાતે મનપા ના ઉમેદવારોના ફોર્મ ચકાસણી નું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં વડોદરા ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અને આ અંગે વાતચીત કરતા પત્રકારો સામે તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા. અને આવા કડવા સવાલો નાં પૂછો નહિ તો કોઈને કહીને ઠોકાવી દઈશ તેવી સ્પષ્ટ ભાષામાં મંતવ્ય ન્યૂઝ ના પત્રકારને જાહેરમાં કેમેરા સામે ધમકી આપી હતી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ