રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. મારામારી, હત્યા અને રેપ ની ઘટના એક પછી એક સામે આવી રહી છે. આવામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.મળતી માહિતી અનુસાર ફ્લેટ ભાડે આપવાની લાલચે યુવતી સાથે યોગેશ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. યુવતીને બે દિવસ સુધી ફ્લેટમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું.
જણાવી દઈએ કે રાજકોટમાં રહેતી પ્રિયા ઉર્ફે કિંજલ નામની વિધવા મહિલાએ પોતાના મકાનમાં ભાડેથી રહેતી પર પ્રાંતીયયુવતીને મનહર પ્લોટ-2માં પાવન એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં પોતાના બોયફ્રેન્ડ યોગેશ સાથે સંપર્ક કરાવ્યો હતો.
યોગેશે આ યુવતીને આ કંઇક સુંઘાડી અર્ધબેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યોગેશના મિત્ર કે જે બાપુ તરીકે ઓળખાય છે તેણે પણ તેણી સાથે બળજબરી આચરી લેતાં તેમજ બે દિવસ ગોંધી રાખી મારકૂટ કરી ખૂનની ધમકી આપતાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
દરમિયાન યુવતી અમદાવાદ આવી હતી પરંતુ અહીં તબીયત બગડતાં હોસ્પિટલમાં દાખલ થઇ હતી. અમદાવાદની પોલીસની પૂછપરછમાં યુવતીએ પોતાને મકાન માલકણે તેના બોયફ્રેન્ડના ફ્લેટમાં લઇ ગયા બાદ તેણીના બોયફ્રેન્ડ યોગેશ અને યોગેશના મિત્ર બાપુએ બળાત્કાર ગુજાર્યાનું કહેતાં મણીનગર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી ફરિયાદ રાજકોટ મોકલી છે.
રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી યોગેશની શોધખોળ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન