Not Set/ સુરત/ દારૂ પીવડાવવાના આરોપમાં પાડોશીઓએ લીધો યુવકનો ભોગ

સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. આવામાં શહેરમાં ખુબ જ હિચકારી ઘટના સામે આવી હતી. સાથે દારૂ પીવા બોલતા યુવાનની પાડોશીએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના માન દરવાજા ખ્વાજાનગરમાં યુવાનને મિત્રોએ દારૂ પીવા બોલાવતા યુવાન જતો હતો ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેની માતાને કહ્યું કે, […]

Gujarat Surat
a7dfb8ad087123bd363498bffd92999a સુરત/ દારૂ પીવડાવવાના આરોપમાં પાડોશીઓએ લીધો યુવકનો ભોગ

સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. આવામાં શહેરમાં ખુબ જ હિચકારી ઘટના સામે આવી હતી. સાથે દારૂ પીવા બોલતા યુવાનની પાડોશીએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના માન દરવાજા ખ્વાજાનગરમાં યુવાનને મિત્રોએ દારૂ પીવા બોલાવતા યુવાન જતો હતો ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેની માતાને કહ્યું કે, મારા દીકરાને નશો કેમ કરાવે છે? આટલી વાતમાં પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં પાડોશીએ ફટકા મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. 

યુવકને બેરહેમીથી લાકડીના ફટકા મારતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે આજુબાજુના લોકો આવી જતા હુમલો કરનાર પાડોશી લોકો ભાગી ગયા હતા. બાદમાં ગંભીર હાલતમાં યુવકને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.