Not Set/ સુરત/ ફોરેન એક્સચેન્જના નામે મોટી ઠગાઈ કૌભાંડ કોલ સેન્ટર ઝડપાયું

  સુરત શહેર પીસીબી પોલીસે મોટું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ કોલ સેન્ટર થકી લોકોને ફોન કરી લોભામણી સ્કીમો આપી લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. એક તરફ કોરોનાની મહામારી અને મંદીનો માહોલ છે. ત્યારે કેટલાક ઠગબાજો આવા સમયમાં પણ લોકોને છેતરવાનો ધંધો કરી રહયા છે. સુરત પોલીસ કમિશનરની ટીમને માહિતી મળી હતી કે […]

Gujarat Surat
aca40417ed5da74e49686c5402a3a630 સુરત/ ફોરેન એક્સચેન્જના નામે મોટી ઠગાઈ કૌભાંડ કોલ સેન્ટર ઝડપાયું
 

સુરત શહેર પીસીબી પોલીસે મોટું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ કોલ સેન્ટર થકી લોકોને ફોન કરી લોભામણી સ્કીમો આપી લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હતા.

એક તરફ કોરોનાની મહામારી અને મંદીનો માહોલ છે. ત્યારે કેટલાક ઠગબાજો આવા સમયમાં પણ લોકોને છેતરવાનો ધંધો કરી રહયા છે. સુરત પોલીસ કમિશનરની ટીમને માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ગ્રીન એરિસ્ટો પ્લાઝા ખાતે ત્રીજા માળે એક કોલ સેન્ટર ચાલી રહ્યું છે.  જેની આડમાં લોકો પાસેથી સિફતપૂર્વક રૂપિયા ઓળવામાં આવી રહ્યા છે.

જહાંગીરપુરા પોલીસ ની નાક નીચે ધમધમતા કોલ સેન્ટરનો  આજે પોલીસ કમિશનરની ટીમ ત્રાટકી હતિબને એક બાદ એક 19 લોકો ને ડિટેન કર્યા હતા. જેમાં 6 મહિલાનો સમાવેશ થાય છે. મહિલાઓ પાસે ફોન કરાવી રૂપિયા પડવામાં આવી રહ્યા હતા. ફોરેન એક્સચેન્જના નામે અને શેરબજારમાં રૂપિયા રોકાણ કરવાની સ્કીમો આપતા હતા અને જ્યારે કોઈ સામાનિય વ્યક્તિ રૂપિયા રોકાણ Online કરે ત્યારે બાદ ફોન બંધ કરી દેવામાં આવતા હતા,આ કોલ સેન્ટર ચલાવનારા પતિ-પત્તની હાલ ફરાર થઈ ગયા છે, પરંતુ એમના ત્યાં નોકરી કરનારા આરોપી બની ગયા છે. પોલીસે 12 લેપટોપ, 54 મોબાઈલ ફોન, એક ટેબ્લેટ, એક Atm સ્વાઈપ મશીન , ત્રણ કેલ્ક્યુલેટર, 9 સીમકાર્ડ  કબ્જે કર્યા છે.

હાલ તો પોલિસે આ તમામ ને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે,જોકે લોકોએ પણ આવા ઠગ બાજોથી સાચવું પડશે અને હા યાદ રાખવું પડશે કે મેહનત થી કમાયેલા રૂપિયા ને ડબલ કરવાના ચક્કરમાં તમારા રૂપિયા આવા ઠગ બજો ગાયબ કરી નાખશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.