Not Set/ સુરત મનપા, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર અને પ્લેટીનમ હોલને કોવીડ-19 હોસ્પીટલમાં ફેરવશે ..!!

ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, હાલમાં રાજ્યમાં 22000 કરતાં વધુ કોરોના સંક્ર્મીતો નોધાઇ ચુક્યા છે  ત્યારે ત્યારે સરકાર માટે આટલી મોટી સંખ્યામાં દર્દીઓને ક્યાં રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે વાત કરીએ ડાયમંડ નગરી સુરતની તો અહીં પણ કોરોના સંક્ર્મીતોની દ્રષ્ટીએ ગુજરાતનું બીજા નંબરનો જીલ્લો છે અહીં કોરોના કેસ […]

Gujarat Surat
491609d5beb41ea0bae80a899b6557a9 સુરત મનપા, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર અને પ્લેટીનમ હોલને કોવીડ-19 હોસ્પીટલમાં ફેરવશે ..!!

ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, હાલમાં રાજ્યમાં 22000 કરતાં વધુ કોરોના સંક્ર્મીતો નોધાઇ ચુક્યા છે  ત્યારે ત્યારે સરકાર માટે આટલી મોટી સંખ્યામાં દર્દીઓને ક્યાં રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે

વાત કરીએ ડાયમંડ નગરી સુરતની તો અહીં પણ કોરોના સંક્ર્મીતોની દ્રષ્ટીએ ગુજરાતનું બીજા નંબરનો જીલ્લો છે અહીં કોરોના કેસ નો આંક 25૦૦  પહોચવા આવ્યો છે અને હજુ પણ આ સંખ્યા સતત વધી રહી છે  ત્યારે સુરત મનપા માટે આટલી મોટી સંખ્યામાં દર્દીઓને  રાખવા માટે આગમ ચેતી ભર્યા કેટલાક  નિર્ણયો લેવામાં  આવી રહ્યા છે.

સુરતથી કોરોના વાઇરસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વધતા કોરોનાના કેસને લઇ તંત્ર અગમચેતી પગલાં વિચારી રહ્યું છે. જે માટે સરસાણા ખાતે આવેલ ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ ચાલતું ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ એક્ઝિબિશન સેન્ટરને કોવિડ હોસ્પિટલ બનવા તંત્રની વિચારણા ચાલી રહી છે. ટ્રેડ સેન્ટર ઉપરાંત પ્લેટિનમ હોલ પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવા તૈયારી ચાલી રહી છે.જેમાં તંત્ર દ્વારા અંદાજે એક હજાર બેડની હોસ્પિટલ બનાવમાં આવશે.અત્યાર સુધી આ સેન્ટરમાં નવરાત્રિ,ગણપતિ ઉત્સવ ઉપરાંત વેપારને લાગતા સેમિનાર થતા હતા જે હવે હોસ્પિટલ બનાવવા તૈયારી કરાઈ રહી છે.જે માટે સુરત કલેકટર, મનપા કમીશ્નર અને ચેમ્બર ઓફ કોમર્સના હોદથે બેઠક થઈ હતી.જેમાં કનવેશનનો કબજો મેળવવા જણાવાયું હતું.ત્યારે અંદાજે 1 વર્ષ માટે આ કન્વેનશન ટ્રેડ સેન્ટરનો કબજો મનપા મેળવશે..

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.