Not Set/ સુરત/ શહેરની હોસ્પિટલે કોરોના દર્દીની સારવાર બાદ બનાવ્યું 12 લાખનું બિલ

દેશમાં કોરોનાનાં સતત કેસ વધી રહ્યા છે. ત્યારે ફ્રન્ટ લાઇન વોરિયર્સ કહેવાતા ડૉક્ટરો રાત-દિવસ એક કરીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જો કે આ વચ્ચે રાજ્યનાં સુરત શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સુરતની એક હોસ્પિટલે કોરોના પોઝિટિવ દર્દી પાસેથી રૂપિયા 12 લાખનું બિલ વસૂલ્યું છે. કોરોનાકાળમાં જ્યા લોકો […]

Gujarat Surat
3f25160ffb898bae1e83f50b1e35fe29 સુરત/ શહેરની હોસ્પિટલે કોરોના દર્દીની સારવાર બાદ બનાવ્યું 12 લાખનું બિલ

દેશમાં કોરોનાનાં સતત કેસ વધી રહ્યા છે. ત્યારે ફ્રન્ટ લાઇન વોરિયર્સ કહેવાતા ડૉક્ટરો રાત-દિવસ એક કરીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જો કે આ વચ્ચે રાજ્યનાં સુરત શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સુરતની એક હોસ્પિટલે કોરોના પોઝિટિવ દર્દી પાસેથી રૂપિયા 12 લાખનું બિલ વસૂલ્યું છે.

કોરોનાકાળમાં જ્યા લોકો પહેલા જ પરેશાન થઇ ગયા છે, ત્યારે ફ્રન્ટ લાઇન વોરિયર્સ તરીકે ડોક્ટર સામે આવ્યા છે, જેઓ કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ ઘણા એવા કિસ્સા છે જે દરેકને શરમમાં મુકી દે છે. ઘટના સુરત શહેરની છે. 13 મે નાં રોજ સુરતનાં ઝાપા બજાર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય ગુલામ હૈદર શેખને શરદી અને ખાંસી થઇ હતી. આ પછી તેમણએ ફેમિલી ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા. ગુલામ હૈદરને કોરોના વાયરસનાં લક્ષણોની સંભાવનાને કારણે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયા બાદ અઢવાગેટ સ્થિત ટ્રાઇ સ્ટાર હોસ્પિટલનાં ડોક્ટરોએ પરિવારનાં સભ્યોને જણાવ્યુ કે, ગુલામ હૈદરની તબિયત ખરાબ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામા પડશે. તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામા આવ્યો જે પોઝિટિવ આવ્યો હતો આ પછી, 48 કલાકમાં, બીજો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.

આ સમય દરમિયાન ગુલામ હૈદરને હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરિવારનાં સભ્યોને તેમને મળવા દેવામાં ન આવ્યા. મોબાઇલ પરથી વિડીયો કોલિંગ પર વાત કરવામાં આવી રહી હતી. ડોક્ટરોએ પરિવારને એમ પણ કહ્યું હતું કે, ગુલામ હૈદરના ફેફસાં ખરાબ છે. જેના કારણે તેમને 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પછી ઠીક થતા શનિવારે તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ બિલ જોઇને પરિવાર ચોંકી ગયુ હતુ. સારવાર માટે તેમની પાસેથી 12.23 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.