Not Set/ સુરત PCBની ટીમને બુટલેગરોએ લોકો સાથે મળી ભગાડી, વીડિયો થયો વાઇરલ…

સુરત શહેર પોલીસનો વીડિયો વાયરલ થયો છે. જી હા, વાઇરલ  વીડિયોમાં પહેલી નજરે જોતા એવુ પ્રતિત થાય છે કે, સુરત PCB ની ટીમને લોકોએ ભગાવ્યા હતા. પરંતુ હકીકતો જોતા સામે આવી રહ્યું છે કે, સુરત PCB ની ટીમને ફક્ત લોકોએ જ નહીં પરંતુ લોકોની સાથે કે લોકોની આડમાં બુટલેગરોએ ભગાવી હતી. જી હા, અનેક વાર પોલીસની આબરુનાં લીરા ઉડતી ઘટના સુરતથી […]

Gujarat Others
5d912d049107b620902533e381236a99 સુરત PCBની ટીમને બુટલેગરોએ લોકો સાથે મળી ભગાડી, વીડિયો થયો વાઇરલ...

સુરત શહેર પોલીસનો વીડિયો વાયરલ થયો છે. જી હા, વાઇરલ  વીડિયોમાં પહેલી નજરે જોતા એવુ પ્રતિત થાય છે કે, સુરત PCB ની ટીમને લોકોએ ભગાવ્યા હતા. પરંતુ હકીકતો જોતા સામે આવી રહ્યું છે કે, સુરત PCB ની ટીમને ફક્ત લોકોએ જ નહીં પરંતુ લોકોની સાથે કે લોકોની આડમાં બુટલેગરોએ ભગાવી હતી.

જી હા, અનેક વાર પોલીસની આબરુનાં લીરા ઉડતી ઘટના સુરતથી સામે આવે છે અને આ ઘટના પણ પોલીસ માટે શર્મસાર ઘટના કહી શકાય છે બુટલેગરોનું શહેરમાં એવું તે જોર વધ્યું છે કે તે પોલીસને ગાંઠતી તો નથી જ પણ પોલીસ જ્યારે આવે છે રેડ કરવા કે ચાક કરવા તો હવે પોલીસને ભાગવું પડે છે. 

મોટા વરાછા વિસ્તારનો આ વીડિયો જેમાં સુરત PCB પોલીસ ભાગતી જોવામાં આવી રહી છે તે વાયરલ થતા ભારે ચકચાર જન્મ્યો છે. મોટા વરાછાના બુટલેગરની પોલીસ સામેની દાદાગીરી વીડિયોનાં માધ્યમથી સામે આવી છે. વીડિયોમાં ત્રણ પોલીસ કર્મીઓને બુટલેગરે લોકો સાથે મળી ભગાડયા હોય તેવુ જોવામાં આવે છે. બુટલેગરે શર્ટ કાઢીને પોલીસ સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરી હોવાની વિગતો પણ સામે આવી છે. 

જો કે, પોલીસ ભાગતી જોવામાં આવી તેવા આ વાઇરલ વીડિયો બાદ અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કે, સુરત PCB  પોલીસ રેડ કરવા ગઈ હતી કે અન્ય કારણથી ? PCB  પોલીસ ખાનગી ગાડીમાં ગઈ હોવાની ચર્ચા છે, ત્યારે ખાનગી ગાડીમાં કેમ? પોલીસ બુટલેગરો પાસે કયા કારણે ગઇ હતી ? ગઇ તો શું ખબર નહોતી કે ક્યાં જોય છે અને બેકઅપ હતું કે કેમ ? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews