Not Set/ સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, જીલ્લામાથી સામે આવ્યા 28 નવા કેસ…

  ગુજરાતભરમા જ્યારે કોરોના કુદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લો કેમ પાછળ રહી જાય. જાણે ગુજરાતનાં તમામ જીલ્લાામં કોરોનાની રેસમાં ટોપ પર આવવાની હરીફાઇ લાગી હોય તેમ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી તો અધધધ કોરોનાનાં પોઝિટિવનાં નવા 28 કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં 28માથી એક કેસ સામે […]

Gujarat Others
fa21b12472cc392ff35f6336a8dc9d70 સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, જીલ્લામાથી સામે આવ્યા 28 નવા કેસ...
 

ગુજરાતભરમા જ્યારે કોરોના કુદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લો કેમ પાછળ રહી જાય. જાણે ગુજરાતનાં તમામ જીલ્લાામં કોરોનાની રેસમાં ટોપ પર આવવાની હરીફાઇ લાગી હોય તેમ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી તો અધધધ કોરોનાનાં પોઝિટિવનાં નવા 28 કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં 28માથી એક કેસ સામે આવ્યો છે, પણ જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. 

વાત કરવામાં આવે સુરેન્દ્રનગર ગ્રામ્ય એટલે કે જીલ્લાની તો વઢવાણ અને લીંબડી તાલુકામાં કોરોનાના કેસ યથાવત જોવામાં આવી રહ્યો છે અને  વઢવાણ તેમજ લીંબડીના વિવિધ વિસ્તારમાં કોરોનાના 11- 11 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. આપને જણાવી દઇએ કે સામે આવેલા 28 પછી અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 434 થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews